<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

પાકિસ્તાનની મધ્યસ્થતાનો 'ફિયાસ્કો': ઈરાને અમેરિકાની શરતો ઠુકરાવી દીધી, હવે પશ્ચિમ એશિયામાં મહાવિનાશક યુદ્ધના ભણકારા

ઈરાનનો લલકાર: 'અમે ઝૂકીશું નહીં', પાકિસ્તાનની મધ્યસ્થી હવામાં ઉડી, શું હવે સીધું રણમેદાનમાં જ ફેંસલો થશે? અમેરિકાના હાઈટેક હથિયારો અને ઈરાનની મિસાઈલ તાકાત વચ્ચે ટકરાવ અનિવાર્ય, દુનિયા પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરી શાંતિ સ્થાપવાના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યા છે. ઈરાને અમેરિકા દ્વારા મૂકવામાં આવેલી આકરી શરતોને એક ઝાટકે ઠુકરાવી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. આ નિષ્ફળતા બાદ હવે અખાતી દેશોમાં ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. ઈરાને પોતાની મિસાઈલ સિસ્ટમને એલર્ટ મોડ પર મૂકી દીધી છે, જ્યારે અમેરિકાએ પણ પોતાના યુદ્ધ જહાજોને વધુ નજીક ખસેડ્યા છે. જો યુદ્ધ શરૂ થશે તો તે માત્ર બે દેશો પૂરતું સીમિત નહીં રહે, પણ સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લેશે તેવી આશંકા સેવાઈ રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર માટે કરવામાં આવી રહેલા મધ્યસ્થી પ્રયાસોમાં સ્થગિત થઇ ગયા છે. ઈરાને નિર્ધારિત વાતચીતમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ માહિતી 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સહિતના પ્રાદેશિક દેશો દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર કરાવવાના પ્રયાસો હવે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.

ઈરાને મધ્યસ્થીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓને મળવા તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય માને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈરાને સત્તાવાર રીતે મધ્યસ્થીઓને જાણ કરી છે કે તે ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓને મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓ અસ્વીકાર્ય છે.'

(4:56 PM IST)