<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

માનવ મગજ પર AIનો 'ક્રૂર' પ્રહાર: રોબોટિક બુદ્ધિના ચક્કરમાં માણસ પોતાની વિચારવાની શક્તિ ગુમાવશે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

હાઈટેક જમાનામાં બુદ્ધિનું 'દિવાળું': AI ના રવાડે ચડેલા યુવાનોની યાદશક્તિ અને તર્કશક્તિમાં મોટો ઘટાડો, શું આપણે મશીનોના ગુલામ બની રહ્યા છીએ? એક્સપર્ટની ચેતવણી: 'કોગ્નિટિવ ઓફલોડિંગ' (Cognitive Offloading) ના કારણે મગજ બનશે આળસનું ઘર, જ્ઞાન મેળવવાની ક્ષમતા પર લાગશે કાટ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જમાનામાં માનવ મગજ પર એક મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તાજેતરમાં થયેલા એક ગહન સંશોધનમાં બહાર આવ્યું છે કે, જે લોકો સતત AI ટૂલ્સ (જેમ કે ChatGPT) નો ઉપયોગ કરે છે, તેમની ક્રિટિકલ થિંકિંગ (ગંભીર વિચારણા) અને નિર્ણય લેવાની ક્ષમતામાં ૨૦% થી ૩૦% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિને 'ડિજિટલ એમ્નેશિયા' (યાદશક્તિનો લોપ) અને 'બ્રેઈન એટ્રોફી' (મગજનું સંકોચાવું) તરીકે ઓળખાવી રહ્યા છે. જો આપણે દરેક નાની વાત માટે મશીન પર નિર્ભર રહીશું, તો મગજ કસરત કરવાનું બંધ કરી દેશે અને ધીરે ધીરે આપણી કુદરતી બુદ્ધિ ક્ષીણ થઈ જશે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ જોખમ સૌથી વધુ છે, કારણ કે તેઓ હોમવર્કથી લઈને પ્રોજેક્ટ્સ સુધી બધું જ AI પાસે કરાવતા થયા છે, જેનાથી તેમની શીખવાની પ્રક્રિયા જ અટકી ગઈ છે.

આપણાં રોજિંદા જીવનમાં એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ સામાન્ય થઈ પડયો છે. જેમિનાઈથી લઈને ગ્રોક, ચેટજીપીટી વગેરેનો ઉપયોગ ખૂબ થાય છે. દરરોજ કરોડો યુઝર્સ એઆઈ ચેટબોટ્સને કરોડો પ્રોમ્પ્ટ આપે છે. એઆઈથી ઘણાં કામો સરળ બન્યાં છે. પરંતુ એની સાઈડ ઇફેક્ટ્સ પણ સામે આવે છે. મેસેચ્યુસેટય ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધનમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. એમઆઈટીના કહેવા પ્રમાણે એઆઈ ચેટબોટ્સ ખોટી માહિતી આપીને ભ્રમ પેદા કરે છે એ તો ખરું જ, પરંતુ તેનાથી આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતાને પણ ફટકો પહોંચે છે. આપણાં નોલેજમાં પણ ઘટાડો થાય છે. 

એઆઈ યુઝર્સના વિચારને યોગ્ય ઠેરવે છે. એ અસહમતી ઓછી બતાવે છે, પરિણામે યુઝર એને પૂછે એવા ટોપિક પર કશું જાણતો ન હોય તો તેનાથી એના દિમાગમાં ભ્રમ ખડો થાય છે. યુઝર્સનું એઆઈ ચેટબોટનું માનીને ધારણાં બાંધે છે. 

એઆઈ ચેટબોટ નિષ્પક્ષ જવાબ આપતાં નથી. તે આપણાં વિચારો વ્યક્ત થયા છે એને જ બીજા શબ્દોમાં ફરીથી રજૂ કરે છે. એઆઈના અતિરેકથી તાર્કિક શક્તિ ઘટી શકે છે. નોલેજમાં ઘટાડો થઈ શકે છે. આપણી વિચારવાની પેટર્ન બદલાઈ શકે છે. 

 

(4:57 PM IST)