News of Tuesday, 7th April 2026
મિડલ ઈસ્ટમાં 'મહાતબાહી'ના એંધાણ? આકાશમાં ગુંજ્યું અમેરિકાનું 'ડૂમ્સડે પ્લેન': દુનિયાના માથે પરમાણુ યુદ્ધનું સંકટ
ઈરાન-ઈઝરાયલના જંગ વચ્ચે વ્હાઈટ હાઉસનું 'બ્રહ્માસ્ત્ર' સક્રિય: અમેરિકાનું આખરી ઓપરેશન શરૂ?: શું મધ્ય-પૂર્વમાં હવે 'પ્રલય' આવશે? ફફડી ઉઠેલા આરબ દેશોમાં દોડધામ

નવી દિલ્હી: વિશ્વના નકશા પરથી મિડલ ઈસ્ટના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. અમેરિકાના અત્યંત ગુપ્ત અને વિનાશક ગણાતા 'ડૂમ્સડે પ્લેન' (Doomsday Plane) એ આકાશમાં ઉડાન ભરતા જ સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિમાન ત્યારે જ હવામાં ઉડાવવામાં આવે છે જ્યારે પરમાણુ યુદ્ધ કે વૈશ્વિક આપત્તિની આશંકા હોય. ઈઝરાયલ દ્વારા ઈરાની રેલવે અને એમ્બેસી પરના હુમલા બાદ ઈરાન વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે, ત્યારે અમેરિકાએ પોતાના આ 'ઉડતા કંટ્રોલ રૂમ'ને સક્રિય કરી દીધો છે. શું આ સંકેત છે કે હવે મધ્ય-પૂર્વમાં પરમાણુ મિસાઈલો વર્ષશે? રશિયા અને ચીન પણ આ હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા છે.
બોઇંગ E-4B નાઇટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ(EMP)ને પણ સહન કરી શકે છે. કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઇંધણ ભરી શકાય તેવી સુવિધા છે.
સોમવાર, 6 એપ્રિલના રોજ ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે 10.17 વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા 6 ચક્કર લગાવ્યા હતા. જોકે, સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
