તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 7th April 2026
મેડિકલ જગતમાં 'એઆઈ'નો ધડાકો: હવે હોસ્પિટલોમાં રેડિયોલોજિસ્ટની રજા? રિપોર્ટિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે
ડોક્ટરોની જગ્યા હવે 'રોબોટ' લેશે? એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઈના રિપોર્ટ હવે મિનિટોમાં તૈયાર થશે: શું માનવીય ભૂલની શક્યતા નહિવત થઈ જશે? રેડિયોલોજી ક્ષેત્રે મોટી ઉથલપાથલના સંકેત

નવી દિલ્હી: વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હવે તબીબી ક્ષેત્રે એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. હોસ્પિટલોમાં વર્ષોથી મહત્વની ભૂમિકા ભજવતા રેડિયોલોજિસ્ટ્સની જગ્યાએ હવે એઆઈ (Artificial Intelligence) એજન્ટ્સનો ઉપયોગ કરવાની હિલચાલ તેજ થઈ છે. અત્યાધુનિક અલ્ગોરિધમ્સ દ્વારા એક્સ-રે અને સ્કેનિંગના રિપોર્ટ્સનું ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. આ ફેરફારથી દર્દીઓને રિપોર્ટ માટે કલાકો સુધી રાહ જોવી નહીં પડે અને નિદાનમાં પણ ઝડપ આવશે. જોકે, આ નવી ટેકનોલોજીના આગમનથી રેડિયોલોજીના ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતોની નોકરીઓ અને ભવિષ્ય સામે મોટા સવાલો ઉભા થયા છે. શું મશીન ક્યારેય અનુભવી ડોક્ટરની જગ્યા લઈ શકશે?
ન્યૂ યોર્ક બિઝનેસ કોન્ફરન્સમાં સીઈઓ મિશેલ કેટ્સે કહ્યું કે, જો સરકાર મંજૂરી આપે તો એઆઈ એક્સરે, સીટી સ્કેન અને અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ હળવું કરી શકે છે અને ઘણા કેસમાં તેમને બદલી પણ શકે છે. એઆઈ પહેલા સ્કેનને તપાસશે અને કોઈ ગડબડ લાગશે તો હ્યુમન ડોક્ટરનો સંપર્ક કરશે. આ પ્રક્રિયાથી હોસ્પિટલનો ખર્ચ ઓછો થઈ શકે છે.
ઘણા ડોક્ટરો આ વિચારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એઆઈ પર પૂર્ણ ભરોસો કરવો જોખમી બની શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હાલના એઆઈ સિસ્ટમ્સ હજુ એટલા ડેવલપ નથી થયા કે તે એકલા હાથે જટિલ બીમારીઓનું નિદાન કરી શકે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
