<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સાવધાન! તમારી થાળીમાં 'પ્લાસ્ટિકના ભાત' પીરસાયા છે? :સફેદ ચટ્ટક ચોખા ખાઈને ક્યાંક મોતને નોતરી નથી રહ્યા ને?

ભેળસેળિયા તત્વોનો કાળો કારોબાર: પ્લાસ્ટિકના ચોખાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો:અસલી-નકલીની પરખ કરવા માટે આ ઘરગથ્થુ નુસખાઓ અજમાવો: શું આરોગ્ય વિભાગ આ 'પ્લાસ્ટિકિયા' ખેલને રોકશે

નવી દિલ્હી: જો તમે પણ હોટલ કે ઘરમાં દેખાવડા અને લાંબા ચોખાના શોખીન હોવ, તો ચેતી જજો! બજારમાં હાલમાં ચાઈનીઝ બનાવટના 'પ્લાસ્ટિક ચોખા'નું મોટું નેટવર્ક સક્રિય થયું હોવાના અહેવાલોથી ગૃહિણીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ચોખા જોવામાં બિલકુલ અસલી જેવા જ લાગે છે, પરંતુ તે શરીરમાં જઈને લોહીની નળીઓ જામ કરી શકે છે. નિષ્ણાતોના મતે, પ્લાસ્ટિકના ચોખા ઓળખવા માટે ઘરે જ સાદી કસોટી કરી શકાય છે. જો ચોખા પાણીમાં નાખતા ઉપર તરે, અથવા તેને સળગાવતા પ્લાસ્ટિક જેવી ગંધ આવે, તો સમજી લેવું કે તમારી થાળીમાં 'ઝેર' પીરસાયું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ માત્ર એરકન્ડિશન્ડ ઓફિસોમાં જ બેસી રહેશે?
ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!
ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે.
ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ
આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.
ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના
બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે.
ગરમ તેલનો પ્રયોગ
આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે.
ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા
છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.

 

(6:13 PM IST)