News of Wednesday, 8th April 2026
સેપ્ટિક ટેન્ક ટ્રકોમાં દુલ્હાની બારાત નીકળી

બીજીંગ,તા.૦૮: ચીનમાં એક વ્યક્તિએ લગ્ન માટે જાનમાં સેપ્ટિક ટેન્ક ટ્રકો વાપરી હતી. આમાં તેને તેની ભાવિ પત્નીનો પણ સાથ મળ્યો હતો. એને કારણે આખા શહેરમાં અનોખી બારાતની ચર્ચા થવા લાગી છે. પેન હાઓનાન નામના દુલ્હાનાં લગ્ન ૨૮ માર્ચે થયાં હતાં. તેના પિતા છેલ્લા બે દાયકાથી સિવેજ ટ્રીટમેન્ટના કામ સાથે સંકળાયેલા છે. પેન હાઓનાને પણ પોતાનું સ્ટાર્ટઅપ ફેઇલ જતાં ૨૦૨૩માં પિતાના કામમાં જ જોડાઈ જવાનું નક્કી કર્યું હતું. હવે તે સેપ્ટિક ટેન્ક ટ્રક ચલાવતા કર્મચારીઓનો લીડર છે. પેનની ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ગર્લફ્રેન્ડ લી યાકિગ સાથે સગાઈ થઈ હતી. એ પછી તેણે ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે જો તે જાનમાં સેપ્ટિક ટેન્ક ટ્રકો લઈને આવે તો તેને ચાલશે? લીને આ આઇડિયા ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને તેણે પણ મંજૂરી આપી દીધી. ગર્લફ્રેન્ડનું કહેવું છે કે કામ કોઈ પણ હોય, પતિ મહેનત કરીને કમાતો હોય એ જરૂરી છે અને જો તેને પોતાના કામ સાથે લગાવ હોય તો એ ચીજને લગ્નમાં સામેલ કરવામાં શરમ શાની? ગયા અઠવાડિયે લગ્ન થયાં ત્યારે ૯ સેપ્ટિક ટેન્ક ટ્રકોને સાફ કરીને લાલ કાગળનાં ફૂલોથી સજાવવામાં આવી હતી. એમાંથી બે ટ્રકો પેનની કંપનીની હતી, જ્યારે બાકીની તેણે પોતાના દોસ્તો પાસેથી ઉધાર લીધી હતી
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
