તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 10th April 2026
મિડલ ઈસ્ટના જંગ વચ્ચે રશિયાનો 'માસ્ટર સ્ટ્રોક': એશિયન દેશો માટે લોટરી લાગી: ૪૦% ના તોતિંગ ડિસ્કાઉન્ટ પર LNG ગેસ વેચવાની ઓફર
પુતિનનો પાવર પ્લે: યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી તોય રશિયાએ ભાવ ઘટાડ્યા: એશિયામાં અમેરિકાનો સિક્કો ઉખાડી નાખવાની તૈયારી:શું ભારત અને ચીન આ સસ્તા ગેસનો જેકપોટ ઝડપી લેશે? ગેસના ભાવ ઘટતા ઉદ્યોગો અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે:પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે જ્યારે દુનિયાભરમાં ઊર્જા સંકટના વાદળો ઘેરાયા છે, ત્યારે રશિયાએ એશિયન દેશોને પોતાની તરફ ખેંચવા માટે બહુ મોટી ચાલ ચાલી છે. રશિયાએ જાહેરાત કરી છે કે તે ભારત, ચીન સહિતના એશિયન દેશોને બજાર ભાવ કરતા ૪૦% સસ્તા દરે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) પૂરો પાડવા તૈયાર છે. એકબાજુ IMF અને વર્લ્ડ બેન્ક મોંઘવારીની ચેતવણી આપી રહ્યા છે, ત્યારે રશિયાની આ ઓફર એશિયાના અર્થતંત્ર માટે 'સંજીવની' સમાન સાબિત થઈ શકે છે. આ ઓફર દ્વારા રશિયાએ સાબિત કરી દીધું છે કે તે સંકટના સમયે એશિયાના દેશોનો સૌથી મોટો ભાગીદાર બનવા માંગે છે.
બ્લૂમબર્ગ રિપોર્ટનું કહેવું છે કે રશિયા નેચરલ ગેસ પુરવઠાના સંકટનો લાભ ઉઠાવીને ઉર્જાની અછતનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાને ગેસ વેચવા લોભામણી ઓફર કરી રહ્યુ છે. રશિયન ગેસ અમેરિકા દ્વારા પ્રતિબંધિત હોવાથી તે તેને ખરીદવા બમ્પર ઓફર આપી રહ્યું છે.
ગયા સપ્તાહે ચીન અને રશિયા સ્થિત કેટલીક અજ્ઞાાત મધ્યસ્થી કંપનીઓ દ્વારા આ ગેસની ખેપોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે વેચવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વેચનારાઓએ દાવો કર્યો છે કે તેઓ એવા દસ્તાવેજ પૂરા પાડી શકે છે જેનાથી એમ લાગે કે આ ખેપ રશિયાના બહારના સોર્સ જેવા કે ઓમાન અને નાઇજીરિયાથી આવી છે.કતારનો પુરવઠો બંધ થતાં ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા એશિયાઈ દેશોએ મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી છે. આ સમયે રશિયા ફરીથી એશિયાઈ દેશોની મદદે આવ્યું છે અને 40 ટકા ડિસ્કાઉન્ટે ગેસની ઓફર કરી છે. બાંગ્લાદેશે તો તેની ખરીદી કરવાનો પ્રારંભ પણ કરી દીધો હોવાનું કહેવાય છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
