News of Saturday, 11th April 2026
અમેરિકી સૈન્યમાં મોટો બળવો: ખુદ જવાનોએ જ બાઈડન સરકારના લપડાક ઝીંકી: કહ્યું- 'અમને જાણી જોઈને મોતના મુખમાં ધકેલાયા
વોશિંગ્ટનથી સીધો ધડાકો: સૈનિકોએ જ ખોલી દીધી અમેરિકાની 'ગંદા ખેલ'ની પોલ: મિશનના નામે બલિદાન આપવા મજબૂર કર્યાનો ગંભીર આરોપ:શું અમેરિકા પોતાના જ સૈનિકોના લોહીથી રમત રમી રહ્યું છે? સૈન્ય અધિકારીઓના આદેશ સામે જવાનોનો રોષ ફાટી નીકળ્યો: સુપર પાવરના શસ્ત્રાગારમાં ભડકો:દુનિયાભરમાં અમેરિકાની આબરૂના લીરેલીરા

નવી દિલ્હી: વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકી સૈન્યમાં અંદરખાને મોટો વિસ્ફોટ થયો છે. અનેક મિશનો પરથી પરત ફરેલા અને અત્યારે મોરચે તૈનાત સૈનિકોએ એક સંયુક્ત નિવેદન કે મીડિયા રિપોર્ટ દ્વારા અમેરિકી સરકારની પોલ ખોલી નાખી છે. સૈનિકોનો આરોપ છે કે તેમને પૂરતી સુરક્ષા કે ચોક્કસ માહિતી આપ્યા વગર જ જોખમી વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા, જે માત્ર એક 'સ્યુસાઈડ મિશન' સમાન હતું. સૈનિકોએ કહ્યું કે નેતાઓ પોતાની રાજકીય રોટલી શેકવા માટે જવાનોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. આ ઘટસ્ફોટ બાદ પેન્ટાગોનમાં દોડધામ મચી ગઈ છે અને વિપક્ષે પણ સરકારને આડે હાથ લીધી છે.
અમેરિકન સૈન્ય બેઝ પર થયેલો આ હુમલો 2021 પછી અમેરિકન સેના પર થયેલો સૌથી ઘાતક હુમલો હતો. આ અંગે CBS Newsને આપેલા ઈન્ટરવ્યૂમાં સૈનિકોએ દાવો કર્યો હતો કે આ હુમલાને રોકી શકાય તેમ હતો અને તેમને જાણી જોઈને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. સૈનિકોએ ખુલાસો કર્યો કે વાસ્તવમાં બેઝ પર હવાઈ હુમલાઓથી બચવા માટે કોઈ સુરક્ષા કવચ ઉપલબ્ધ જ ન હતું.
એક ઘાયલ સૈનિકે અમેરિકાના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'એવું કહેવું કે એક ડ્રોન સુરક્ષા કોર્ડન તોડીને નીકળી ગયું, તે તદ્દન ખોટું છે. હકીકત એ છે કે અમારી યુનિટ પાસે આત્મરક્ષણનું કોઈ સાધન જ ન હતું. તે કોઈ સુરક્ષિત કિલ્લો નહીં, પરંતુ એક જૂનો સૈન્ય બેઝ હતો.' આ ઘટનાના કેન્દ્રમાં '60 બહાદુર' સૈનિકો છે, જેઓ 103મા સસ્ટેઈનમેન્ટ કમાન્ડનો હિસ્સો હતા. યુદ્ધ શરૂ થતા પહેલા, ટ્રમ્પ સરકારે કુવૈતમાં તૈનાત મોટાભાગના સૈનિકોને જોર્ડન અને સાઉદી અરેબિયા ટ્રાન્સફર કરી દીધા હતા, કારણ કે તે વિસ્તારો ઈરાની મિસાઈલોની રેન્જની બહાર હતા.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
