<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ચીન-ઈરાનની ખતરનાક 'સીક્રેટ ગેમ': ડ્રેગન છાનામાના ઈરાનને હથિયારોનો ભંડાર મોકલી રહ્યો છે:અમેરિકી જાસૂસી એજન્સીના રિપોર્ટમાં ભયાનક ધડાકો

વોશિંગ્ટનથી તેહરાન સુધી હલચલ: અમેરિકાની નજર બચાવીને ચીન ઈરાનનું શસ્ત્રાગાર ભરી રહ્યું છે: આધુનિક ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજીની હેરાફેરીનો પર્દાફાશ:શું ઈઝરાયેલને ઘેરવા માટે ચીન રચી રહ્યું છે કોઈ મોટું ષડયંત્ર? સુપર પાવર અમેરિકાના પ્રતિબંધોના લીરેલીરા ઉડાડતા જિનપિંગ:દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે

નવી દિલ્હી: અમેરિકાની ટોચની જાસૂસી એજન્સીએ એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન દ્વારા ઈરાનને મોટા પાયે ઘાતક હથિયારોનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ, ચીન આડકતરી રીતે અથવા દરિયાઈ માર્ગે ઈરાનને એવા શસ્ત્રો મોકલી રહ્યું છે જેનો ઉપયોગ મિડલ ઈસ્ટમાં અમેરિકી હિતો અને ઈઝરાયેલ વિરુદ્ધ થઈ શકે છે. આ શસ્ત્રોમાં અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ્સ, એન્ટી-શિપ હથિયારો અને આત્મઘાતી ડ્રોનનો સમાવેશ થાય છે. આ ઘટસ્ફોટ બાદ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે, તો બીજી તરફ ઈઝરાયેલે પણ પોતાની રણનીતિ બદલવાની તૈયારી શરૂ કરી દીધી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન આ મિસાઈલ સિસ્ટમ સીધી રીતે મોકલવાને બદલે અન્ય દેશોના માર્ગે મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેથી પકડાઈ જવાનો ડર ન રહે. આ સિસ્ટમ ઓછી ઊંચાઈએ ઉડતા અમેરિકી હેલિકોપ્ટર અને લડાકુ વિમાનો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલા અમેરિકી F-15 જેટ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તેમાં આવી જ હીટ-સીકિંગ મિસાઈલનો ઉપયોગ થયો હતો. જો તે ચીની બનાવટની હોવાનું સાબિત થશે, તો તે બેઇજિંગની સીધી સંડોવણીનો પુરાવો ગણાશે.
આ ચોંકાવનારા અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે આવતા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા બેઇજિંગ જવાના છે. એક તરફ ચીને યુદ્ધવિરામમાં મદદ કર્યાનો શ્રેય લીધો, પરંતુ બીજી તરફ તે જ યુદ્ધવિરામનો ઉપયોગ ઈરાનની સૈન્ય શક્તિ વધારવા માટે કરી રહ્યો હોવાનું જણાય છે. હવે આગામી ટ્રમ્પ-શી વાટાઘાટો અત્યંત તણાવપૂર્ણ બની શકે છે. જો અમેરિકાને ચીની હથિયારોના સજ્જડ પુરાવા મળશે, તો યુદ્ધવિરામ તૂટી શકે છે અને અમેરિકા ચીન પર આકરા આર્થિક પ્રતિબંધો પણ લાદી શકે છે.

 

(6:05 PM IST)