News of Monday, 13th April 2026
ન્યુઝીલેન્ડમાં 'ચક્રવાત વાયાનુ'નો પ્રચંડ કહેર: ૧૩૦ કિમીની ઝડપે ફૂંકાયા વિનાશક પવનો:વાવાઝોડાની તબાહીથી હજારો લોકો બેઘર
નોર્થ આઈલેન્ડમાં 'મહા-ચક્રવાત' ત્રાટક્યું: પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા મકાનો:કાળાડિબાંગ વાદળો અને તોફાની પવન વચ્ચે આખું ટાપુ ફફડી ઉઠ્યું: અનેક વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર: બચાવ કામગીરી માટે સેના મેદાને

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાયક્લોન વાયાનુ (Cyclone Vaianu) ના કારણે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાયેલા પવનોએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. તોફાની પવનો અને મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને વ્હાકાતાને (Whakatane) અને ઓહોપ (Ohope) જેવા વિસ્તારોમાં મોટી નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને રસ્તાઓ પર ઝાડ તેમજ વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.
સૌથી વધુ ભયજનક બાબત તો તે છે કે ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સંભવતઃ હજી પણ વધુ પ્રબળ તોફાન આવવાની ભીતિ છે. તેથી હજ્જારો નાગરિકોને ઉંચાઈવાળા સ્થળોએ લઈ જવાયા હતા.
ચક્રવાતનું નામ વૈયાનુ આપવામાં આવ્યું છે. કેટલાયે વિસ્તારોમાં રેડ-લેવલ-વોર્નિંગ જાહેર કરાઈ છે. ન્યૂઝીલેન્ડના ઈમર્જન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર માર્ક માઇકેલે પણ જણાવ્યું હતું કે તટપ્રદેશનાં વિસ્તારોમાં તો ભારે તબાહી થઈ ગઈ હતી. કારણ કે પ્રચંડ વેગ (કલાકના 130 કિ.મી.ની ઝડપે) ફુંકાતા પવનોને લીધે સમુદ્રનાં મોજાં પણ ઘણાં ઊંચા ઉછળ્યાં હતાં.
આ ચક્રવાતની સૌથી વધુ ખરાબ અસર વ્હાનગરી શહેર ઉપર થઈ હતી. એ શહેર ઉપર 2023માં પણ ચક્રવાત ગેબ્રિયલ ત્રાટક્યો હતો. જેથી 11નાં મૃત્યું થયાં હતાં અને હજ્જારોને સ્થળાંતરિત કરવા પડયા હતા. આ સદીમાં હજી સુધીમાં થયેલી આ સૌથી ભયાવહ કુદરતી આપત્તિ હતી. જોકે રવિવારે ત્રાટકેલા વૈયાનુ ચક્રવાતને લીધે થયેલી જાન-માલની હાનીની વિગતો હજી સુધી મળી શકી નથી
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
