તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ડોમિનિકન રિપબ્લિકમાં કાળમુખી વિમાન દુર્ઘટના: ટેક-ઓફ વખતે સંતુલન ગુમાવતા પ્લેન આકાશમાં ફંગોળાયું: પલકવારમાં બન્યું ભયંકર અગનગોળો: કંપારી છૂટી જાય તેવો લાઈવ વીડિયો વાયરલ:દુનિયા આખી સ્તબ્ધ
રનવે પર પટકાતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ:આકાશમાં ઉઠ્યા ધુમાડાના કાળાડિબાંગ ગોટા: બચાવ કામગીરી માટે કાફલો ઘટનાસ્થળે દોડ્યો:એવિએશન વિભાગ દ્વારા ભયાનક હોનારતની તપાસના આદેશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મોરચેથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદય ધ્રુજાવી મૂકે તેવી પ્લેન ક્રેશની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, ડોમિનિકન રિપબ્લિકના એરપોર્ટ પરથી એક વિમાન જેવું જ ઉડાન ભરવા ગયું, તે જ સેકન્ડે કોઈ ટેકનિકલ ખામી કે જોરદાર પવનના ઝાપટાના કારણે હવામાં ફંગોળાઈને જમીનદોસ્ત થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થતાંની સાથે જ તેમાં એટલો ભયાનક બ્લાસ્ટ થયો કે આખું વિમાન સળગતો અગનગોળો બની ગયું હતું. આ હૃદયદ્રાવક હોનારતમાં જાનમાલના મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકોના કાળજા કંપી ગયા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર જાગી છે!
આ ભયાનક પ્લેન ક્રેશનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિમાન જ્યારે ટેક-ઓફ માટે રનવે પર ઝડપથી દોડી રહ્યું હતું, ત્યારે તેના વ્હીલ્સ (પૈડાં) રનવે સાથે અથડાતાં જ તે અચાનક અનિયંત્રિત થઈ ગયું હતું. સંતુલન ખોરવાયા પછી વિમાન હવામાં જ વંટોળની જેમ બે-ત્રણ વાર જોરથી ઉછળ્યું હતું અને ત્યારબાદ તેમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં તે આગની જવાળાઓમાં ઘેરાઈ ગયું હતું. અન્ય એક વીડિયોમાં ક્રેશ થયેલા પ્લેનમાંથી કાળો કદાવર ધુમાડો આકાશ તરફ ઉડતો નજરે પડે છે.
ડોમિનિકન સિવિલ એવિએશન ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર નિવેદન મુજબ, દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન 'ગલ્ફસ્ટ્રીમ G200 જેટ' (Gulfstream G200 Jet) તરીકે ઓળખાયું છે. સદનસીબે આ વિમાનમાં કોઈ મુસાફરો સવાર નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બંને પાયલોટોને બચાવી શકાયા નથી. પ્રાથમિક વિગતો મુજબ, આ વિમાન પ્યુર્ટો રિકોથી ડોમિનિકન રિપબ્લિક પહોંચ્યું હતું. અહીં એરપોર્ટ પર તેમાં ફ્યુઅલ (બળતણ) ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે અમેરિકાના ઓસ્ટિન જવા માટે રવાના થઈ રહ્યું હતું, ત્યારે જ આ કાળચક્ર ફરી વળ્યું હતું.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
