News of Wednesday, 10th June 2026
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક ધડાકો: કેનેડાના શાતિર પાઈલટે 'ફેક' લાયસન્સના જોરે ૧૬ વર્ષ સુધી હવામાં ૯૦૦ ફ્લાઈટો ઉડાવી:મચ્યો ભારે હડકંપ: લાખો પ્રવાસીઓના જીવ અધ્ધર કરનાર નકલી પાઈલટ પર ગંભીર ગુનાનો સકંજો
એરલાઈન્સ કંપનીઓની સિક્યોરિટી અને વેરિફિકેશન સિસ્ટમનો વાણીયો આખેઆખો ભીનો થયો: સીએનએન સહિત વૈશ્વિક મીડિયામાં ભારે ચકચાર: નકલી પાઈલટની ધરપકડથી આખા વિશ્વમાં સનસનાટી

નવી દિલ્હી: વૈશ્વિક એવિએશન જગતને હચમચાવી મૂકતી અને મુસાફરોના રૂવાડાં ઊભાં કરી દેતી એક અતિ ભયાનક છેતરપિંડીની આંતરરાષ્ટ્રીય ઘટના સપાટી પર આવી છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, કેનેડાના એક ભેજાબાજ પાઈલટે સરકારી એવિએશન ડિપાર્ટમેન્ટના નકલી દસ્તાવેજો અને બનાવટી પાઈલટ લાયસન્સ તૈયાર કરીને પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં નોકરી મેળવી લીધી હતી. આ કાળો ખેલ એક-બે વર્ષ નહીં, પરંતુ સતત ૧૬ વર્ષ સુધી ચાલ્યો અને આ દરમિયાન આ નકલી પાઈલટે આશરે ૯૦૦ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટો આકાશમાં ઉડાવી લાખો લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. નિયમિત વેરિફિકેશન દરમિયાન પાઈલટના લાયસન્સનો નંબર બોગસ નીકળતાં એરપોર્ટ ઓથોરિટીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ભયાનક સુરક્ષા ચૂક બદલ કેનેડિયન એજન્સીઓએ પાઈલટને જેલ ભેગો કરી આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ શરૂ કરી દીધી છે!
પીલ રિઝનલ પોલીસે "પ્રોજેક્ટ ઈકારસ" નામના ઓપરેશન હેઠળ તપાસ હાથ ધર્યા બાદ 1 જૂનના રોજ વૉલની ધરપકડ કરવામાં આવીછે. તપાસકર્તાઓનું કહેવું છે કે વૉલે વર્ષ 1998માં એવિએશન ક્ષેત્રે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને 2009માં તેઓ કેપ્ટન બન્યો હતો. આ જ પદ પર નિમણૂક મેળવવા માટે ATPL જરૂરી હતું, પરંતુ આરોપ છે કે તેમણે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ હકીકત છુપાવી હતી.
પોલીસનું કહેવું છે કે, વૉલે કથિત રીતે એર કેનેડા અને ટ્રાન્સપોર્ટ કેનેડાને બોગસ લાયસન્સ બતાવીને ગુમરાહ કર્યા હતા. એટલું જ નહીં તપાસ દરમિયાન તેમણે પોલીસને પણ ભ્રામક માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
2009થી 2025 વચ્ચે વૉલે 900થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન તેણે બોઈંગ 767, 777 અને 787 જેવા મોટા વિમાનો ઉડાવ્યા હતા અને હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન તેમણે અંદાજે 30 લાખ કેનેડિયન ડોલરનો પગાર પણ મેળવ્યો હતો.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
