News of Thursday, 11th June 2026
ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી ભયાનક અને પ્રચંડ જવાબી હુમલો, આખી દુનિયા ધ્રૂજી ઉઠી: ૩ દેશોમાં આવેલા અમેરિકાના ૧૮ સૈન્ય મથકો પર સેંકડો મિસાઈલો અને ડ્રોનનો ભયાનક વરસાદ: પેન્ટાગોન લાલચોળ: ગમે તે ઘડીએ પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાના એંધાણ
સુપરપાવરની શાન ઠેકાણે લાવવા ઈરાને મધ્ય-પૂર્વમાં ખેલાવ્યો કાળો કેર: અમેરિકી એરબેઝ અને બંકરો પર મિસાઈલો ત્રાટકતાં ભારે જાનહાનિની આશંકા:આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ હડકંપ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના રણમેદાનમાં મહાસત્તા અમેરિકા અને ઈરાન સામસામે આવી જતાં વૈશ્વિક સ્તરે મહાવિનાશક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, અમેરિકાના અગાઉના એક્શનથી લાલચોળ બનેલા ઈરાને મોડી રાત્રે કલ્પના બહારનો વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ઇરાક, સીરિયા સહિત ૩ દેશોમાં ફેલાયેલા અમેરિકી આર્મી અને એરફોર્સના ૧૮ જેટલા સૈન્ય ઠેકાણાઓને એકસાથે નિશાન બનાવ્યા હતા. સેંકડો કમિકાઝી ડ્રોન અને લાંબી રેન્જની સ્માર્ટ બેલિસ્ટિક મિસાઈલો કડાકાભેર અમેરિકી બંકરો પર તૂટી પડતાં આખું આકાશ આગના ગોળાથી ભરાઈ ગયું હતું અને સૈન્ય મથકોમાં ભારે તબાહી મચી ગઈ છે. અમેરિકાના એર ડિફેન્સ સિસ્ટમને ભેદીને કરાયેલા આ પ્રચંડ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈમરજન્સી વોર કેબિનેટની બેઠક બોલાવી છે. અમેરિકા હવે ઈરાન પર પલટવાર કરવા માટે પોતાના અણુ બોમ્બ સજ્જ એરક્રાફ્ટ કેરિયર્સને ઓર્ડર આપતાં ગમે તે ક્ષણે આખી પૃથ્વી યુદ્ધના ખપ્પરમાં હોમાઈ જાય તેવો ભયાનક સન્નાટો વ્યાપી ગયો છે!
ઈરાની ન્યૂઝ એજન્સી 'મેહર' ના જણાવ્યા અનુસાર, IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે 18 જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જૉર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ સીલ: દક્ષિણ ઈરાન પર અમેરિકાના બોમ્બમારાના જવાબમાં ઈરાને વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. કોઈપણ જહાજને ત્યાંથી પસાર ન થવાની કડક ચેતવણી અપાઈ છે.
અમેરિકાનો 'આર્થિક ચક્રવ્યૂહ': આ સૈન્ય કાર્યવાહી વચ્ચે અમેરિકી નાણા મંત્રાલયે ઈરાનના હથિયાર નેટવર્ક, શેડો બેંકિંગ અને ક્રિપ્ટો નેટવર્કને તોડવા માટે ચીન અને હોંગકોંગની કંપનીઓ સહિત 9 વ્યક્તિઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે.
ટ્રમ્પના દાવા પર વિવાદ: પ્રમુખ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર દાવો કર્યો હતો કે ઈરાની અધિકારીઓએ હુમલા રોકવા માટે તેમનો સંપર્ક કર્યો છે. જો કે, તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરંદી અને ઈરાની મીડિયાએ આ દાવાને તદ્દન ખોટો અને યુદ્ધથી બચવાનું બહાનુ ગણાવ્યો છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
