વૈશ્વિક ડિજિટલ જગતમાં અમેરિકાનો પ્રચંડ પરમાણુ વિસ્ફોટ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર લાદવામાં આવ્યો લોખંડી સકંજો: દુનિયાભરના કરોડો યુઝર્સ માટે હાઈ-ટેક AI સેવાઓ રાતોરાત બંધ
વ્હાઇટ હાઉસના એક જ આદેશથી વૈશ્વિક ટેકનોલોજી માર્કેટના ભુક્કા બોલી ગયા: ડિજિટલ કટોકટી સર્જાઈ: સુરક્ષા અને પ્રાઈવસીના નામે ટ્રમ્પ પ્રશાસનનો અત્યાર સુધીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય પ્રહાર

નવી દિલ્હી: વિશ્વભરમાં કરોડો લોકોની દિનચર્યાનો હિસ્સો બની ગયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ટેક્નોલોજી પર અમેરિકી સરકાર દ્વારા અત્યાર સુધીની સૌથી ઘાતક અને મોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવતા આખા બ્રહ્માંડના આઈટી (IT) સેક્ટરમાં રીતસરનો ભયાનક ભૂકંપ આવી ગયો છે. મળતી બિલકુલ પાકી અને સનસનાટીભરી વિગતો મુજબ, ડેટા સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને રાષ્ટ્રીય સુરક્ષાના અતિ સંવેદનશીલ મુદ્દાઓને આગળ ધરીને અમેરિકાએ યુએસ-બેઝ્ડ અગ્રણી AI કંપનીઓની વૈશ્વિક સેવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધનો કોરડો ઝીંકી દીધો છે. આ કડક કાર્યવાહીના લીધે ભારત સહિત દુનિયાભરના અબજો યુઝર્સ માટે આ એઆઈ સેવાઓ અને એપ્લિકેશનો રાતોરાત બ્લોક થઈ જતાં ઓનલાઈન બિઝનેસ અને આઈટી ઉદ્યોગોના કમ્મર તૂટી ગઈ છે. અમેરિકાના આ આક્રમક પગલાં સામે વૈશ્વિક ટેક કંપનીઓમાં ભારે અફડાતફડી મચી ગઈ છે અને આગામી દિવસોમાં આ મામલે સિલિકોન વેલીથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે મસમોટો કાનૂની જંગ ફાટી નીકળે તેવા પાકા એંધાણ મળી રહ્યા છે!
Anthropicના જણાવ્યા અનુસાર, અમેરિકી સરકારના આ કડક આદેશ બાદ તેના તાજેતરમાં લોન્ચ થયેલા Fable 5 અને Mythos 5 AI મોડલ્સની સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. સરકારી નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કંપનીએ આ બંને શક્તિશાળી મોડલ્સની ઍક્સેસ તમામ ગ્રાહકો માટે અચાનક બંધ કરવી પડી છે. આ નિયમ એટલો કડક છે કે Anthropic કંપનીમાં કામ કરતા તેના પોતાના વિદેશી નાગરિકતા ધરાવતા કર્મચારીઓ પણ હવે આ મોડલ્સનો ઉપયોગ કે તેની સિસ્ટમ પર કામ કરી શકશે નહીં.
Anthropic કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેમને શુક્રવારે સાંજે અમેરિકી સરકાર તરફથી આ આદેશ મળ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચિંતાઓનો હવાલો આપવામાં આવ્યો હતો. જોકે, પત્રમાં આ સુરક્ષા ચિંતાઓ અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.
કંપનીનું માનવું છે કે સરકારનું આ પગલું કોઈ ગેરસમજના કારણે હોઈ શકે છે. સરકારને એવી આશંકા છે કે Fable 5ના સેફ્ટી ફીચર્સને બાયપાસ કરી શકાય તેમ છે. કંપનીએ પ્રભાવિત થયેલા લાખો ગ્રાહકોની માફી માંગી છે અને આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકાર સમક્ષ યોગ્ય ટેકનિકલ તથ્યો રજૂ કરીને વહેલી તકે સેવાઓ ફરી શરૂ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.
AI યુઝર્સ માટે રાહતના સમાચાર એ છે કે Anthropic કંપનીના અન્ય લોકપ્રિય 'Claude' સીરિઝના મોડલ્સ પર આ આદેશની કોઈ અસર થવાની નથી. કંપનીની બાકીની તમામ AI સેવાઓ અને ચેટબોટ હંમેશની જેમ સામાન્ય રીતે ચાલુ રહેશે અને યુઝર્સ તેનો અવિરત લાભ લઈ શકશે.
Anthropic કંપનીએ તાજેતરમાં જ પોતાની અદ્યતન Mythos AI શ્રેણી વૈશ્વિક બજારમાં મૂકી હતી. આ મોડલ્સ અત્યંત શક્તિશાળી છે જે ખાસ કરીને નીચે મુજબના જટિલ કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે:
• સાયબર સુરક્ષા માટે સિસ્ટમની સુરક્ષા ચકાસવી.
• સોફ્ટવેર કોડિંગમાં રહેલી ખામીઓ શોધવી અને તેને ઠીક કરવી.
• માત્ર પસંદગીની સંસ્થાઓ અને સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોને પૂરી કરવા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
