<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ‌-૨૦૨૫ નો સમાપન સમારોહ યોજાયો : કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં:જુઓ વિડીયો : સાંસદ ખેલ મહોત્સવમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યો : ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે : કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ભારતે અનેક સિધ્ધિઓ મેળવી: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા : સાંસદ ખેલ મહોત્સવ‌માં ૧.૭૮ લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું : ૧૨ જેટલી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ : ૫૦૦ કરતાં વધુ દિવ્યાંગોએ વિવિધ રમતોમાં ભાગ લીધો4:34 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ: એએમસી તથા ઔડાના રૂ. 526 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું : નરેન્દ્રભાઈના વિઝનના પરિણામે કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલ બેનમૂન અને બેજોડ બન્યાં છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:ડ્રોન શૉ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શોથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઊઠ્યું, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનની ડ્રોન રચના બની આકર્ષણનું કેન્દ્ર:પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ: સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ રંગત જમાવી9:46 PM IST

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે,યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી : હર્ષ સંઘવી : ગુજરાત પોલીસમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન વિશેષ કામગીરી બદલ કુલ ૩૧ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કરાયા : બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં ખૂબ મોટો વધુ હકારાત્મક બદલાવ લાવશે : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય : વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટિગેશન,સ્પેશીયલ ઓપરેશન, દક્ષતા અને જીવન રક્ષા પદકનો સમાવેશ : ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય 'રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ'નું નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સમાપન12:16 PM IST

 ભેદ ખુલ્‍યો : દેણામાં આવી જતાં કારીગર વિજયએ ૧૭.૬૦ લાખની ચાંદી ચોરી વાડીમાં દાટી દીધી'તી! : જુઓ વિડિયો : ૧૭મીએ મોરબી રોડ સેટેલાઇટ ચોક શાંતિકુંજ સોસાયટીમાં ત્રીજા માળે આવેલા કારખાનામાંથી ચોરી થઇ'તી : પાંચેક કીલો વેંચવા માટે ગ્રાહક શોધવા રાજકોટ આવતો હતો ત્‍યારે એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમે ઝડપી લીધોઃ ૧૪.૪૭ લાખની ચાંદી કબ્‍જે : વિજય અગાઉ માલવીયાનગર પોલીસમાં એક કિલો સોનાની ચોરીમાં સંડોવાયો હતો :ચાંદીનું પોટલુ વાળી તક મળતાં ત્રીજા માળેથી નીચે સાર્વજનીક પ્‍લોટમાં ફેંકી દીધું: બાદમાં ચોટીલા વાડીએ જઇ દાટી દીધુ હતું : એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર, અને હેડકોન્‍સ. જગદીશસિંહ પરમારની બાતમી2:49 PM IST