<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વૈશ્વિક સમુદ્રમાં બ્રિટિશ લશ્કરનો ભયાનક આતંક:સમુદ્રની વચ્ચે રશિયન ઓઇલ ટેન્કર પર બ્રિટિશ કમાન્ડોના દિલધડક દરોડા: રશિયન તેલ ખરીદતા ભારત માટે પણ પશ્ચિમી દેશોની ભયાનક ઉશ્કેરણીજનક હરકત

હેલિકોપ્ટરો મારફતે દરિયાની વચ્ચે જહાજને બાનમાં લઈ બ્રિટને આંતરરાષ્ટ્રીય કાયદાના લીરેલીરા ઉડાડ્યા: રશિયા-બ્રિટન વચ્ચે નૌકા યુદ્ધના ભણકારાથી ભારતની ઊર્જા સુરક્ષા જોખમાઈ

નવી દિલ્હી: વૈશ્વિક જિયોપોલિટિક્સ અને સમુદ્રી વ્યાપારના મોરચેથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વગાડતો અત્યાર સુધીનો સૌથી સનસનાટીભર્યો અને કંપારી છૂટી જાય તેવો લશ્કરી ધડાકો પ્રકાશમાં આવતા નવી દિલ્હીથી લઈને મોસ્કો સુધીના સંરક્ષણ તંત્રોમાં ભારે દોડધામ મચી ગઈ છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, યુક્રેન યુદ્ધ અને પ્રતિબંધોની અદાવતમાં બ્રિટિશ રોયલ નેવીના અત્યંત ઘાતક કમાન્ડોએ આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થઈ રહેલા રશિયાના મસમોટા ઓઈલ ટેન્કર પર દરિયાની વચ્ચે જ સશસ્ત્ર દરોડો પાડી આખું જહાજ કબજે કરી લીધું છે. આ ઘટનાથી લાલચોળ થયેલા રશિયાએ બ્રિટનને ભયાનક લશ્કરી અંજામ ભોગવવાની ખુલ્લી ધમકી આપી છે.

આ કથિત રશિયન ઓઇલ ટેન્કર પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર છે, જેમાંથી 22 નાવિકો ભારતીય છે અને બાકીના જોર્જિયાના નાગરિકો છે. આ ટેન્કર રશિયાના ઉસ્ત-લુગા બંદરથી ઇજિપ્તના પોર્ટ સઈદ તરફ જઈ રહ્યું હતું. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીના અધિકારીઓએ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનની આશંકાના આધારે 38 વર્ષના એક ભારતીય નાગરિકની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે. જોકે, બાકીના તમામ ભારતીય નાવિકો હાલ જહાજ પર જ સુરક્ષિત છે અને બ્રિટિશ એજન્સીઓની તપાસમાં સહયોગ આપી રહ્યા છે.

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇંગ્લિશ ચેનલમાં કરવામાં આવેલું આ પ્રકારનું આ પહેલું અને સૌથી મોટું સૈન્ય ઓપરેશન છે. આ સફળતા બદલ સેનાને અભિનંદન આપતા બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી રશિયાને આર્થિક અને વ્યૂહનીતિના મોરચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેન યુદ્ધમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સૈન્ય તાકાત વધારનારા અને યુદ્ધને પ્રોત્સાહન આપનારા લોકોને વૈશ્વિક સ્તરે ક્યાંય છુપાવવા દેવામાં નહીં આવે. જોકે, આ સૈન્ય કાર્યવાહી અંગે રશિયા (મોસ્કો) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રશિયા અગાઉ બ્રિટનના આવા પગલાંને ગેરકાનૂની અને 'સમુદ્રી લૂંટફાટ' ગણાવી ચૂક્યું છે.

(5:33 PM IST)