<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વૈશ્વિક મોરચે મહાયુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનનો અમેરિકાને પ્રચંડ આંચકો: ઈરાન-અમેરિકા શાંતિ કરારની મધ્યમાં ઈરાને ઝીંક્યો ભયાનક પરમાણુ શરતનો વીટો:મિડલ ઈસ્ટમાં ભારે તંગદિલી અને ખળભળાટ

ઈરાને બિલકુલ રોકડા પરખાવ્યા- ‘પહેલા ઇઝરાયલ લેબેનૉન ખાલી કરે, નહીંતર કોઈ શાંતિ કરાર નહીં થાય’: વ્હાઇટ હાઉસમાં મોડી રાત્રે ઇમરજન્સી બેઠકોનો દોર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ જે શાંતિ કરારની કાગડોળે રાહ જોઈ રહ્યું હતું તે અમેરિકા અને ઈરાન વચ્ચેની મહામંત્રણા પર ઈરાને છેલ્લી ઘડીએ પ્રચંડ ન્યુક્લિયર જેવો શરતી બોમ્બ ફોડીને વાટાઘાટોને અધ્ધરતાલ કરી દેતા વૈશ્વિક રાજનીતિમાં ભયાનક ખળભળાટ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય સ્થાનીક વિગતો મુજબ, બંને દેશો વચ્ચે પ્રતિબંધો હટાવવા અને પરમાણુ ડીલ બાબતે શાંતિ કરારની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં હતી. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અને વિદેશ મંત્રાલયે સત્તાવાર સનસનાટીભર્યું નિવેદન જારી કરીને અમેરિકા સામે નવી ભીંસ ઊભી કરી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે અમેરિકાની મદદથી લેબેનૉનમાં ઘૂસીને તબાહી મચાવી રહેલી ઈઝરાયલી સેનાએ તાત્કાલિક ધોરણે લેબેનૉનની પવિત્ર ધરતી છોડીને પાછા હટવું પડશે. જો ઇઝરાયલ લેબેનૉન ખાલી નહીં કરે તો ઈરાન અમેરિકા સાથેના તમામ કરારો કચરાટોપલીમાં ફેંકી દેશે. ઈરાનના આ આક્રમક વલણથી અમેરિકી રાષ્ટ્રપતિ ભવન હેબતાઈ ગયું છે અને મિડલ ઈસ્ટમાં ફરીથી કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે!
ઈરાનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે, જો અમેરિકાએ યુદ્ધ ખતમ માટેનો કરાર કરવો હોય તો પહેલા લેબેનૉનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, ઈઝરાયલે દક્ષિણ લેબેનૉન પર કરેલો કબજો અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.
અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનૉનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનૉનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેના યુદ્ધ કરીને લેબેનૉનના કેટલા વિસ્તારોમાં કબજો જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવમાં નહીં આવે.’તેમણે એમ પણ કહ્યું કે, જો ઈઝરાયલ લેબેનૉન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનૉન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહ્યું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ નિર્ણય લેશે અને તેઓ લેબેનૉનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી રહેશે.

 

(5:33 PM IST)