<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ટેકનોલોજીની દુનિયામાં ગૂગલનો પ્રચંડ પર્યાવરણલક્ષી માસ્ટરસ્ટ્રોક: તમારા ઘરમાં પડેલા નકામા જૂના સ્માર્ટફોનથી હવે ચાલશે દુનિયાના તોતિંગ ડેટા સેન્ટર્સ:પર્યાવરણ બચાવવાનો મહાપ્લાન જાહેર થતા ભારે સનસનાટી

કરોડો ટન ઈ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક કચરા) નો ખાતમો કરવા ગૂગલે ઘડ્યો ગ્રીન પ્રોજેક્ટ: વૈશ્વિક ટેક-માર્કેટમાં ભારે હડકંપ અને ચકચાર

નવી દિલ્હી: ગ્લોબલ વૉર્મિંગ અને વધતા જતા ઇલેક્ટ્રોનિક કચરાના ગંભીર સંકટ વચ્ચે સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલે આખી દુનિયા આંખો ફાડીને જોઈ રહે તેવો એક અદભુત અને સનસનાટીભર્યો ગ્રીન પ્રોજેક્ટ જાહેર કરીને વૈશ્વિક આઈટી સેક્ટરમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. મળતી બિલકુલ પાકી સ્થાનીક વિગતો મુજબ, ગૂગલ હવે યુઝર્સના એવા કરોડો જૂના અને ફેંકી દીધેલા સ્માર્ટફોન્સને રી-યુઝ (બીજીવાર ઉપયોગ) કરશે જે કચરો બની ચૂક્યા છે. આ નકામા સ્માર્ટફોન્સના પાવરફુલ પ્રોસેસર્સ, મેમરી અને સર્કિટનો ઉપયોગ ગૂગલ પોતાના કરોડો રૂપિયાના ડેટા સેન્ટર્સને ઓપરેટ કરવા માટે ક્લસ્ટર કમ્પ્યુટિંગ તરીકે કરશે. ગૂગલના આ સનસનાટીભર્યા પ્લાનથી કરોડો યુનિટ વીજળીની બચત થશે અને વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન બિલકુલ નાબૂદ થઈ જશે. દુનિયાની અગ્રણી આઈટી કંપનીઓ ગૂગલના આ કાતિલ પર્યાવરણલક્ષી આઈડિયા સામે નતમસ્તક થઈ ગઈ છે અને આ અહેવાલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે!
કંપનીનો આ વિચાર ખૂબ જ રસપ્રદ અને પર્યાવરણને અનુકૂળ છે. આ સમગ્ર કન્સેપ્ટને "ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ" નામ આપવામાં આવ્યું છે. ગૂગલના સત્તાવાર બ્લોગ પોસ્ટ અનુસાર, આ ટેક્નોલોજી નીચે મુજબ કામ કરશે:
•    બિનજરૂરી ભાગો દૂર કરાશે: સંશોધકો જૂના સ્માર્ટફોનમાંથી ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને બહારનું બોડી જેવા બિનજરૂરી ભાગો હટાવી દેશે.
•    મધરબોર્ડનો પુનઃઉપયોગ: સ્માર્ટફોનનો મુખ્ય ભાગ એટલે કે તેનું 'મધરબોર્ડ' જાળવી રાખવામાં આવશે, જેમાં પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ ઉપલબ્ધ હોય છે.
•    સિસ્ટમ નેટવર્કિંગ: આવા હજારો મધરબોર્ડ્સને એકબીજા સાથે કનેક્ટ કરીને તેના પર લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ અપલોડ કરવામાં આવશે.
•    આધુનિક મેનેજમેન્ટ: આ આખા નેટવર્કને ક્લસ્ટર્સમાં ગોઠવીને 'કુબરનેટિસ' જેવી આધુનિક ક્લાઉડ મેનેજમેન્ટ ટેક્નોલોજી દ્વારા ઓપરેટ અને કંટ્રોલ કરવામાં આવશે, જે હાલના સમયમાં મોટા ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાય છે.
આશ્ચર્યજનક બાબત: ગૂગલના જણાવ્યા અનુસાર, માત્ર 25થી 50 સ્માર્ટફોનનું એક નાનું ક્લસ્ટર પણ કેટલાક વર્કલોડ માટે અત્યારના આધુનિક સર્વર જેટલી જ પાવરફુલ કમ્પ્યુટિંગ ક્ષમતા આપી શકે છે. ગૂગલ આ પ્રોજેક્ટ માટે 'યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગો'ના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહ્યું છે. જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આશરે 2000 જૂના પિક્સલ સ્માર્ટફોનથી બનેલું એક વિશાળ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે.
ગૂગલના રિપોર્ટ અનુસાર, કમ્પ્યુટિંગ જગતમાં કાર્બન ફૂટપ્રિન્ટ વધવા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે: પ્રથમ, સર્વર અને સિસ્ટમ ચલાવવા માટે વપરાતી અઢળક વીજળી અને બીજું, નવું હાર્ડવેર બનાવતી વખતે ફેક્ટરીઓમાંથી નીકળતું કાર્બન ઉત્સર્જન.
આજે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે મોટાભાગના ગ્રાહકો દર ચાર વર્ષે પોતાનો સ્માર્ટફોન બદલી નાખે છે. ફોન ભલે જૂનો થાય, પણ તેના પ્રોસેસર અને સ્ટોરેજ હજુ પણ ખૂબ શક્તિશાળી હોય છે. આથી, આ ઘટકોને નવું જીવન આપીને ઇલેક્ટ્રોનિક કચરો તો ઘટશે જ, સાથે નવા સર્વર્સ બનાવવા માટે થતો મોટો પર્યાવરણીય ખર્ચ પણ બચાવી શકાશે.

 

(5:36 PM IST)