હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ૧,૫૦૦ જહાજો 'બાયોલોજિકલ સુપર સ્પ્રેડર' બનવાની ભીતિ: વૈજ્ઞાનિકોની વિશ્વ સમક્ષ લાલબત્તી
દરિયાઈ જીવસૃષ્ટિ પર બાયો-ઈન્વેઝનનો ભયાનક ખતરો: મહિનાઓથી સ્થિર ઊભેલા જહાજોના તળિયે બેક્ટેરિયા: શેવાળ અને ઝેરી પરજીવીઓનું સામ્રાજ્ય: આંતરરાષ્ટ્રીય બંદરો પર રોગચાળો ફેલાવવાનો મોટો ડર

નવી દિલ્હી :યુદ્ધ અને રાજકીય તણાવના કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ફસાયેલા ૧,૫૦૦થી વધુ માલવાહક અને તેલના ટેન્કર જહાજો હવે સમગ્ર વિશ્વની દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે 'બાયોલોજિકલ સુપર સ્પ્રેડર' (Biological Super-spreader) બની રહ્યા હોવાની વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી છે.
વાસ્તવમાં આ જહાજ લાંબા સમય સુધી એક જ જગ્યો ઊભેલા હોય છે. તેના કારણે તેના નીચેના હિસ્સામાં સમુદ્રી જીવ, શેવાળ, પરજીવી અને બીજા સૂક્ષ્મજીવી જંતુઓ ચોંટવા લાગે છે. તેને બાયોફાઉલિંગ કહેવાય છે. અહીં ડર એ છે કે હોર્મુઝની ખાડી ખૂલ્યા પછી હવે આ જહાજ જુદાં-જુદાં બંદરો તરફ રવાના થશે. તેની સાથે આ જીવ પણ હજારો કિ.મી. દૂર પહોંચી શકે છે. સમુદ્રમાં રહેતા મોટાભાગના જીવ પોતાની સ્થાનિક પરિસ્થિતિના તંત્રનો હિસ્સો હોય છે. પરંતુ જો કોઈ બહારની પ્રજાતિ કોઈ નવા સમુદ્ર વિસ્તારમાં પહોંચે છે તો તે તેની પ્રાકૃતિક દુશ્મન ન હોવાના લીધે ઝડપથી ફેલાઈ શકે છે. તેનાથી સ્થાનિક માછલીઓ, દરિયાઈ છોડ અને બીજા જીવો માટે ભય સર્જાઈ શકે છે. ફારસની ખાડીમાં પહેલેથી જ ૫૦ જેટલી પ્રજાતિ હાજર હોવાનું મનાય છે. આવામા લાંબા સમય સુધી રોકાયેલા જહાજ વિશ્વના બીજા હિસ્સામાં જશે. તેની સાથે નવા સમુદ્રી જીવ પહોંચવાનું જોખમ વધી જાય છે. આમ કોઈ એક જહાજના લાંબા સમય સુધી એક જ સ્થળે ઊભા રહેવું તે જહાજ માટે મોટો ખતરો મનાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે હોર્મુઝમાંથી નીકળનારા જહાજોની પહેલા ચકાસણી કરવી જરુરી છે. તેની બહારની સપાટી પર જમા જીવો અને જૈવિક સામગ્રીની ઓળખ કરી શકાય છે. જરુર પડે તો સમુદ્રમાં જતાં પહેલા આ જહાજની અંડરવોટર સફાઈ કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
