News of Wednesday, 26th August 2026
Gen Alphaનો ભયાનક ડિજિટલ બળવોઃ ઓસ્ટ્રેલિયામાં સરકારે સોશિયલ મીડિયા પર બેન ઠોક્યો તો બાળ-ટેકનોક્રેટ્સે નવો રસ્તો શોધી આખું ઇન્ટરનેટ ગજવ્યું
સરકારના આકરા નિયંત્રણો સામે ટેક-સેવી જનરેશનનો સરાજાહેર સીધો પડકાર: બેન લાગતાં જ 'જનરેશન આલ્ફા' એ VPN, પ્રોક્સી અને ગુપ્ત એપ્સનો ઉપયોગ કરી તંત્રને પણ આશ્ચર્યમાં મૂકી દીધુંઃ ‘સોશિયલ મીડિયાથી દૂર રાખવું અશક્ય છે’ ઓનલાઈન વર્લ્ડમાં ધમાકોઃ ગ્લોબલ લેવલે ડિજિટલ સિક્યુરિટી અને પેરેન્ટિંગ ક્ષેત્રે ભારે ફફડાટ અને ચર્ચાનો વિસ્ફોટ

નવી દિલ્હી: ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયામાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને ધડાકાભર્યા સમાચાર સામે આવ્યા છે! ઓસ્ટ્રેલિયા સરકારે બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક પ્રતિબંધ (Social Media Ban) લાદવાનો આકરો નિર્ણય લીધો હતો. પરંતુ 'Gen Alpha' (જનરેશન આલ્ફા) ના નાના-નાના બાળકોએ સરકારના આ બેનને ગણતરીની મિનિટોમાં બાયપાસ કરીને એક એવો નવો ડિજિટલ રસ્તો શોધી કાઢ્યો છે કે આખું ઈન્ટરનેટ ગુંજી ઊઠ્યું છે!
ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર મહિનાથી સોશિયલ મીડિયા પર બેન મૂકવામાં આવ્યા બાદ શરૂઆતમાં બાળકોનો તેનો વપરાશ ઓછો થયો હતો. જોકે, નવા આંકડા દર્શાવે છે કે 10થી 15 વર્ષની વયજૂથના બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ફરીથી બેન પહેલાં જેટલો જ વધી ગયો છે. 13થી 15 વર્ષના આશરે 25.9% બાળકો આજે પણ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છે, જે પ્રતિબંધ મૂકાયા પહેલાના પ્રમાણ કરતાં માંડ 1% જેટલો ઓછો છે. જ્યારે 10થી 12 વર્ષના બાળકોના કિસ્સામાં તો આ ઘટાડો માત્ર 0.06% જેટલો નજીવો જ નોંધાયો છે.
સાયબર સેફ્ટી નિષ્ણાતોનું માનવું છે કે, આ સોશિયલ મીડિયા એપ્સ વાપરવા માટે બાળકો VPN(વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરી રહ્યા છે અથવા પ્રોફાઇલમાં પોતાની ખોટી ઉંમર દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત, કાયદાકીય પ્રતિબંધમાંથી બહાર રખાયેલી મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ પણ બાળકોમાં વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન રિસર્ચર્સની ટીમે પણ પોતાના રિસર્ચમાં સ્પષ્ટ કર્યું છે કે સરકારના આ બેનને લીધે બાળકો સોશિયલ મીડિયાથી વાસ્તવમાં દૂર થયા હોય તેવા કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
