<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

૭૯ વર્ષની ઉંમરે જવાન ઘરવાળી શોધી રહ્યા છે દાદા

ઘરડી ઘોડીને લાલ લગામ : બદલામાં તેઓ પોતાની સંપત્તિ, ૫૦ રૂમવાળો ભવ્‍ય મહેલ અને લક્‍ઝરી લાઇફસ્‍ટાઇલ ઓફર કરી રહ્યા છે

લંડન,તા.૯: બ્રિટનમાં ૭૯ વર્ષની ઉંમરમાં પણ લગ્ન માટે કન્‍યા શોધી રહેલા અબજપતિની કહાની હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સર બેંઝામિન સ્‍લેડ નામના આ અરિસ્‍ટોક્રેટને હવે જવાબ પત્‍ની જોઈએ છે, જે તેમને વારસ આપી શકે. તેના બદલામાં તેઓ પોતાની સંપત્તિ, ૫૦ રૂમવાળો ભવ્‍ય મહેલ અને લક્‍ઝરી લાઇફસ્‍ટાઇલ ઓફર કરી રહ્યા છે.

સર બેંઝામિન સ્‍લેડ સોમરસેટ સ્‍થિત પ્રસિદ્ધ Maunsel Houseના માલિક છે. આ ૫૦ રૂમના ઐતિહાસિક મહેલ સદીઓ જૂનો છે. તેમણે કેટલીય ડેટિગ વેબસાઇટ્‍સ પર પ્રોફાઇલ બનાવી છે. અખબારોમાં વિજ્ઞાપન પણ આપી છે અને ટીવી પર પણ પોતાની વાત રજૂ કરી ચૂક્‍યા છે. તેમનું કહેવું છે કે તેમને એક એવી જવાન સાથી જોઈએ, જે તેની ફેમિલી લાઇનને આગળ વધારી શકે.

સ્‍લેડે પાર્ટનરને આકર્ષિત કરવા માટે આકર્ષક ઓફર રાખી છે. મહેલમાં રહેવાની સુવિધા, વાર્ષિક મોટું ભથ્‍થું, લક્‍ઝરી કાર અને એકદમ સુરક્ષિત અને લક્‍ઝરી જીવન. તેમ છતાં પણ તેમને સાથી મળતી નથી. તેમણે ખુદ સ્‍વીકાર કર્યો છે કે આ શોધ જેટલી સરળ લાગી રહી છે, એટલી છે નહીં. આ ખબર સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ રહી છે. કેટલાય લોકો તેને અમીરીનો ઘમંડ ગણાવી રહ્યા છે, તો અમુક તેને ઢળતી ઉંમરમાં વારસની સ્‍વાભાવિક ચિતા ગણાવી રહ્યા છે.

એક યુઝરે લખ્‍યું કે, ૮૦ની નજીક પહોંચીને પણ જવાન પત્‍ની શોધવી આ પૈસાનું જોર છે કે એકલાપણું? જ્‍યારે બીજા કહી રહ્યા છે કે અમીર લોકો મોટા ભાગે શરતો પર સંબંધ બનાવે છે. સર બેંઝામિન સ્‍લેડ બ્રિટનના જાણીતા અરિસ્‍ટોક્રેટ છે. તેમણે પહેલા પણ પોતાની પર્સનલ લાઇફને લઈ ચર્ચામાં આવ્‍યા હતા. તેમની ઉંમર હવે ૭૯ વર્ષની થઈ ચૂકી છે અને તેમને લાગી રહ્યું છે કે પરિવારનો વારસો આગળ વધારવા માટે જલદી કોઈ વારસ જોઈએ. તેમણે સ્‍પષ્ટ કહ્યું છે કે, કોઈ યુવતી સાથે લગ્ન કરી મહેલ અને સંપત્તિ સોંપવા માગે છે.

Maunsel House બ્રિટનના સૌથી સુંદર ઐતિહાસિક ઘરોમાંથી એક છે. તેમાં શાહી ઠાઠ, જૂની વાસ્‍તુકલા અને વિશાળ બગીચા આવેલા છે. સ્‍લેડ તેને સંભાળવા અને આગળ ચલાવવા માટે નવી પેઢીની શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગ્‍ય વ્‍યક્‍તિને મહેલમાં રહેવા અને સંપત્તિનો આનંદ લેવાનો પૂરો અધિકાર મળશે. એજ ગેપ રિલેશનશિપ પર દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે.

કેટલાય લોકો તેને ખોટું માની રહ્યા છે, તો અમુક કહે છે કે બે સહમતિવાળા વયસ્‍કોની વચ્‍ચે ઉંમરનો તફાવત વધારે મહત્ત્વ નથી ધરાવતો. પણ જ્‍યારે તેમાં ભારે સંપત્તિ અને વારસની શરત જોડાઈ જાય તો મામલો વધારે અઘરો થઈ જાય છે. સ્‍લેડની શોધ હવે આંતરરાષ્ટ્રીય સ્‍તર પર ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલીય યુવતીઓ સંપર્ક કરી રહી છે, પણ સ્‍લેડ ખૂબ જ સાવધાની રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને ખાલી પૈસા માટે નહીં પણ હકીકતમાં સંબંધ નિભાવનારી સાથી જોઈએ છે.

(10:01 AM IST)