<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં ઐતિહાસિક અને આશ્ચર્યજનક ઘટના: મહાકાય 'સ્ટારશિપ' રોકેટ સફળતાપૂર્વક લોન્ચિંગ પેડ પર પાછું ફર્યું:સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્તબ્ધ

આકાશમાંથી સીધું લોન્ચ ટાવરની બાહોમાં સમાઈ ગયું વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ: અશક્ય લાગતી ટેકનોલોજી હકીકતમાં બદલાતા સ્પેસ સેક્ટરમાં ભારે ખળભળાટ:આ દ્રશ્ય જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા

નવી દિલ્હી:અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં એક એવો અકલ્પનીય અને સનસનાટીભર્યો ચમત્કાર જોવા મળ્યો છે, જેણે સમગ્ર દુનિયાને દાંત નીચે આંગળા દબાવવા મજબૂર કરી દીધી છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને મહાકાય રોકેટ ગણાતા 'સ્ટારશિપ' (Starship) એ ઉડાન ભર્યા બાદ અત્યંત ચોકસાઈપૂર્વક લોન્ચિંગ પેડ પર પાછું ફરીને ઇતિહાસ રચી દીધો છે. આ અદ્ભુત અને રોમાંચક ઘટનાના દ્રશ્યો સામે આવતા જ સમગ્ર વિશ્વના અંતરિક્ષ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ અને ખળભળાટ મચી ગયો છે.

૧૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ટેક્સાસના બોકા ચિકા સ્થિત સ્ટારબેઝના 'પેડ-૨' પરથી સ્થાનિક સમય મુજબ સાંજે ૪ઃ૪૭ કલાકે (ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે ૪ઃ૧૭ વાગ્યે) ૪૦૭ ફૂટ ઊંચા વિશાળ સ્ટારશિપ રોકેટે ગગનચુંબી ગર્જના સાથે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની લગભગ સાડા છ મિનિટ બાદ, પ્રથમ તબક્કાના 'સુપર હેવી બૂસ્ટર'માં ઇંધણના ઓછા જથ્થા (લો ફ્યુઅલ માસ) અંગેનું એલાર્મ વાગ્યું હતું. સાથે સાથે ગાઇડન્સ અલાઇનમેન્ટમાં પણ સમસ્યા સર્જાઈ હતી. સુરક્ષાના ભાગરૂપે બૂસ્ટરની ઓટોમેટેડ એબોર્ટ સિસ્ટમ સક્રિય થઈ હતી. જેના કારણે સુપર હેવી બૂસ્ટર, લોન્ચ પેડ પર પરત ફરવાને બદલે મેક્સિકોની ખાડીના નિર્ધારિત વિસ્તાર તરફ ફંટાયું હતું. સમુદ્રની સપાટી પર થોડી ક્ષણો સ્થિર રહ્યા બાદ, તેની 'ફ્લાઇટ ટર્મિનેશન સિસ્ટમ' સક્રિય થતા બૂસ્ટર વિસ્ફોટ સાથે નષ્ટ થયું હતું.
બૂસ્ટરથી અલગ થયા બાદ સ્ટારશિપનું અપર સ્ટેજ ('શિપ ૪૨') સફળતાપૂર્વક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. લોન્ચિંગની આશરે ૩૬ મિનિટ બાદ યાનમાંથી ૨૬ અત્યાધુનિક 'સ્ટારલિંક વી-૩ સેટેલાઇટ્સને ભ્રમણકક્ષામાં તરતા મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સ્પેસએક્સના જણાવ્યા અનુસાર, દરેક વી-૩ સેટેલાઇટ ગ્લોબલ ઇન્ટરનેટ નેટવર્કમાં ૧ ટેરાબિટની ક્ષમતા ઉમેરે છે. આ એક જ મિશનમાં મોકલવામાં આવેલો પેલોડ ફાલ્કન-૯ રોકેટના ૧૦ લોન્ચિંગ દ્વારા મોકલાતા વી-૨ મિની' સેટેલાઇટ્સની કુલ ક્ષમતા બરાબર છે. સેટેલાઇટ્સ છોડયા બાદ સ્ટારશિપે, પૃથ્વીની ૧૪ પ્રદક્ષિણા પૂર્ણ કરી હતી. આ દરમિયાન ફ્લાઇટ કંટ્રોલર્સેપૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ પહેલા, યાનની હીટ શીલ્ડ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ્સની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

 

(5:04 PM IST)