News of Saturday, 10th October 2026
દરિયાઈ દુનિયામાંથી ૨૨ જેટલા નિર્દોષ ભારતીય ક્રૂ મેમ્બર્સથી સવાર એક વિશાળ ઓઈલ ટેન્કર જહાજ પર આકાશમાંથી અચાનક ઘાતક ડ્રોન હુમલો થતાં આખી કેન્દ્ર સરકાર અને દેશભરમાં હાહાકાર મચી ગયો
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ચાલી રહેલા યુદ્ધ અને ભયાનક ડ્રોન હુમલાઓની ચપેટમાં ભારતીય નાગરિકો ફસાતા દિલ્હીથી લઈને ગુજરાત સુધી કેન્દ્ર સરકારે કરેલા મહાસનસનાટીભર્યા ખુલાસાથી સુરક્ષા એજન્સીઓ અને પરિવારજનોના ઉડી ગયા હોશઃ દરિયાઈ સીમાઓથી લઈને આખા દેશમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી : વિશ્વના સમુદ્રો અને દરિયાઈ માર્ગોમાંથી અત્યંત ખતરનાક, લોહીયાળ અને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે! મધ્ય પૂર્વ અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ગણતરીના દિવસોમાં જ એક મોટા ઓઈલ જહાજને નિશાન બનાવીને ઘાતક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી ડરામણી વાત એ છે કે આ જહાજ પર સવાર કુલ ક્રૂ મેમ્બર્સમાંથી ૨૨ નાગરિકો આપણા ભારતીય હતા, જેના કારણે સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતની સત્તાવાર માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હુમલાની આ ઘટના બાદ જહાજ પર રહેલા તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. મંત્રીએ પોતાના નિવેદનમાં રાહત વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મને આ માહિતી આપતા રાહત અનુભવાય છે કે જહાજ પર સવાર આપણા તમામ 22 ભારતીય નાવિકો સુરક્ષિત છે."
ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ પર અત્યંત બારીકથી નજર રાખી રહી છે. નાવિકોની સુરક્ષા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર જહાજનું સંચાલન કરતી મેનેજમેન્ટ કંપનીના સતત સંપર્કમાં છે. તંત્ર દ્વારા તમામ બાબતો પર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી નાવિકોને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
