News of Tuesday, 19th May 2026
રોજગારી ક્ષેત્રે મહાક્રાંતિ કે મોટું સંકટ?: આગામી ૧૮ મહિનામાં AIના કારણે કરોડો નોકરીઓ બદલાશે અથવા થશે ઓટોમેટ
ટેકનોલોજીનો પ્રચંડ વળાંક: આઈટી, કસ્ટમર સર્વિસ અને કન્ટેન્ટ રાઈટિંગ જેવા સેક્ટર્સ પર સૌથી મોટી અસર:અપસ્કિલિંગ જ બચાવશે: નિષ્ણાતોની ગંભીર ચેતવણી: પરિવર્તન સ્વીકારવું જ પડશે

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનની સ્પીડ હવે એટલી ઝડપી બની ગઈ છે કે વૈશ્વિક જોબ માર્કેટમાં એક મોટો ધરતીકંપ આવવાની પૂરેપૂરી સંભાવના છે. અગ્રણી વૈશ્વિક સંશોધન સંસ્થાઓ અને ટેક નિષ્ણાતોના તાજેતરના અહેવાલો મુજબ, આગામી માત્ર ૧૮ મહિનાની અંદર દુનિયાભરમાં કરોડો લોકોની નોકરીઓ કાં તો કાયમ માટે ઓટોમેટ થઈ જશે અથવા તો કામ કરવાની પદ્ધતિમાં ૧૮૦ ડિગ્રીનો મોટો બદલાવ આવી જશે. આ પરિવર્તન એટલું ઝડપી હશે કે જેઓ સમય સાથે પોતાની જાતને અપગ્રેડ નહીં કરે, તેઓ આ રેસમાંથી બહાર ફેંકાઈ જશે.
સુલેમાને જણાવ્યું કે, કાયદા, એકાઉન્ટિંગ, માર્કેટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અન્ય કમ્પ્યુટર આધારિત ઓફિસ નોકરીઓ સૌથી વધુ જોખમ હેઠળ છે. એઆઈ હવે માત્ર સહાયક ના રહીને સંપૂર્ણ કામ સંભાળતી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. કમ્પ્યુટર સામે બેસીને કરવામાં આવતી નોકરીઓ ૧૨થી ૧૮ મહિનામાં એઆઈ દ્વારા ઓટોમેટ થઈ શકે છે. એઆઈ ઝડપથી હ્યુમન-લેવલ પરફોર્મન્સ તરફ આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ અલગ એઆઈ મોડલ બનાવવું બ્લોગ લખવા જેટલું સરળ બની જશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મેટા, માઈક્રોસોફ્ટ સહિત અનેક મોટી ટેક કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. આ સાથે જ તેમણે એઆઈમાં અબજો ડોલરનું રોકાણ વધાર્યું છે. એઆઈને લઈને એન્થ્રોપિકના સીઈઓ સહિત અનેક ટેક દિગ્ગજોએ આગાહી કરી છે કે, એઆઈ આવનારા વર્ષોમાં લાખો વ્હાઈટ કોલર નોકરીઓને અસર કરી શકે છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
