તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 9th July 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ડઝનબંધ મિસાઈલો દાગી: બહેરીન-કુવૈતમાં હાઈ-એલર્ટ
પેન્ટાગોન લાલચોળ: ઈરાનની ખુલ્લી ધમકી બાદ અમેરિકા વળતો પ્રહાર કરવા સજ્જ: ખાડી દેશોમાં યુદ્ધ વિમાનોનું હાઈ-પેટ્રોલિંગ શરૂ

નવી દિલ્હી: પૂર્વીય દેશોની સિક્યોરિટી એજન્સીઓના સેટેલાઇટ ઇનપુટ્સ અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી છે. અમેરિકાએ તાજેતરમાં ઈરાનના કમાન્ડરો અને સૈન્ય ડેપોને નિશાન બનાવ્યા હતા, જેના બદલામાં ઈરાને આ ઓપરેશન પાર પાડ્યું છે.
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જો તે હુમલા કરશે તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય. હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય.
અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિફ્થ ફ્લિટ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો. જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન MQ-9ને ઠાર મારવાનો પણ દાવો કર્યો છે. આની સાથે કુવૈતમાં પણ સાયરનો વાગી રહ્યા છે. ત્યાં પણ ઈરાને હુમલા કર્યાની માહિતી સામે આવી રહી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
