તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 7th October 2026
યુરોપના પાવરફુલ દેશ ફ્રાન્સની ધરતી પરથી ગર્જના કરતા મોટાપાયે ફાટી નીકળેલા ભયાનક દેખાવો અને યહૂદી વિરોધી તોફાનોથી મિડલ ઇસ્ટના સૌથી શક્તિશાળી દેશ ઈઝરાયલની છાતીના પાટિયા બેસી ગયા છેઃ ફ્રાન્સમાં હાહાકાર મચી જતાં ત્યાં વસતા લાખો યહૂદીઓની સુરક્ષા સામે સવાલિયા નિશાન ઊભું થઈ ગયું છે, જેને પગલે હવે યહૂદીઓનું મોટાપાયે પલાયન કરવા માટેની ગુપ્ત અને આતંકવાદી ડર ફેલાવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતા આખી દુનિયામાં સનસનાટી મચી ગઈ છે
ફ્રાન્સની સડકો પર ભડકેલા વિરોધ પ્રદર્શનો અને યહૂદીઓના અસ્તિત્વ સામે તોળાઈ રહેલા ખતરાથી ઈઝરાયલની સરકાર (મોસાદ અને શિન બેત) અને વૈશ્વિક રાજનીતિના ઉડી ગયા હોશઃ પેરિસથી લઈને ટેલ અવીવ સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હીઃ યુરોપમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! ફ્રાન્સની રાજધાની પેરિસ સહિતના મોટા શહેરોમાં હાલમાં ગાઝા યુદ્ધ અને વૈશ્વિક તણાવને કારણે યહૂદી વિરોધી પ્રદર્શનો અને મોટાપાયે વિરોધ રેલીઓ નીકળી રહી છે. ફ્રાન્સના રસ્તાઓ પર ઉતરેલા ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને તેમની સંપત્તિઓ તથા પૂજાસ્થળો પર હુમલાઓનું જોખમ વધી ગયું છે. ફ્રાન્સમાં વસતા લાખો યહૂદીઓની જાન-માલ પર તોળાઈ રહેલા આ જીવલેણ ખતરાને જોઈને સીધા ઈઝરાયલની સરકારના નાકમાંથી પાણી આવી ગયા છે અને બેન્જામિન નેતન્યાહૂની સરકારે કટોકટી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલી રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 4,000 ફ્રેન્ચ યહૂદીઓ ઈઝરાયલ આવી ચૂક્યા છે. આ સંખ્યા ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ લગભગ 40 ટકા વધુ છે. ફ્રાન્સમાં વણસતા વાતાવરણ વચ્ચે ઈઝરાયલને આશંકા છે કે આગામી દિવસોમાં આ સ્થળાંતરની ગતિ હજુ વધુ તેજ બનશે.
શિક્ષણ વ્યવસ્થા સામે રોષ: પેરિસથી શરૂ થયેલું આંદોલન હવે માર્સેઈ, નાંતે અને મોંપેલિયે જેવા મોટા શહેરોમાં ફેલાઈ ચૂક્યું છે. શાળાઓમાં શિક્ષકોની અછત, ક્લાસરૂમમાં અતિશય ભીડ અને જર્જરિત શાળા ઇમારતોના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા.
શાળાઓમાં આગચંપી અને લૂંટફાટ: ફ્રેન્ચ શિક્ષણ મંત્રાલય મુજબ, આશરે 24 જેટલી સ્કૂલોમાં આગચંપી કે લૂંટફાટની ઘટનાઓ બની છે અને શિક્ષણ વિભાગના 78 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. દેશની લગભગ 3,700 સ્કૂલોમાંથી 735 શાળાઓ આ હિંસક પ્રદર્શનોથી પ્રભાવિત થઈ છે.
ધરપકડ અને સગીરો: પ્રદર્શનો હિંસક બનતાં પોલીસે ધરપકડોનો દોર શરૂ કર્યો છે, જેમાં પકડાયેલા લોકોમાં આશરે 85 ટકા સગીર વયના છે. શાળાઓમાં કથળતી સુરક્ષા સ્થિતિને કારણે સામાન્ય શિક્ષણ પણ ઠપ થઈ ગયું છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
