<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કેનેડા-અમેરિકા વચ્ચે કાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ કેનેડાથી આવતા ડેરી પ્રોડક્ટ્સ: દારૂ અને બાઈકની આયાત પર ટ્રમ્પ તંત્ર મૂકશે સટાકથી રાક્ષસી પ્રતિબંધ

ઉત્તર અમેરિકાના બે મહાસત્તા દેશો વચ્ચે ભયાનક ટ્રેડ વોર (Trade War) નો કાળજું કંપાવી દેતો વિસ્ફોટ: કેનેડાની જિદ્દી આર્થિક નીતિઓ સામે અમેરિકાએ કાળમુખો આકરો કાનૂની કોરડો વીંઝ્યોઃ દૂધ-માખણ જેવા ડેરી ઉત્પાદનો, પ્રખ્યાત દારૂ અને પાવરફુલ બાઈકની આયાત પર કાળમુખી રોક લગાવવાની અમેરિકી પ્રમુખની સણસણતી ધમકી

નવી દિલ્હી: વિશ્વના બે સૌથી મોટા પડોશી અને આર્થિક રીતે મજબૂત દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે અચાનક સંબંધોનો કાળમુખો વિસ્ફોટ થયો છે! આંતરરાષ્ટ્રીય વેપાર જગતના હોશ ઉડાડી દેતાં અને અર્થશાસ્ત્રીઓને હચમચાવી મુકે તેવા એક અત્યંત ચોંકાવનારા, સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. કેનેડાથી અમેરિકામાં સટાકથી આયાત થતાં મોંઘાદાટ ડેરી ઉત્પાદનો, દારૂ (Liquor) અને ભારેખમ બાઈક્સ પર અમેરિકી સરકાર સણસણતો કાળમુખો પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે

અમેરિકી સરકારના જંગી અને લાંબા ગાળાના કોન્ટ્રેક્ટ્સમાંથી કેનેડાના ઉત્પાદનોને બહાર રાખવાનો નિર્ણય ટ્રમ્પે મંગળવારે જાહેર કર્યો હતો. ટ્રમ્પે યુએસ જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશન (જીએસએ) કેનેડાના ઉત્પાદનોને કોન્ટ્રેક્ટ્સ માટે અપાત્ર ગણાવવાના નિર્દેશ આપ્યા હતા. કેનેડા જ્યાં સુધી અમેરિકાના ઉત્પાદનોને 'સંપૂર્ણ અને નિષ્પક્ષ પારસ્પરિકતાના આધારે છૂટ નહીં આપે ત્યાં સુધી કેનેડાના ઉત્પાદનોને અપાત્ર ગણાવવા ટ્રમ્પે જીએસએને આદેશ આપ્યો હતો. મંગળવારે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે હવે વધુ સ્વતંત્ર બનવાની કેનેડાની વ્યૂહરચના છે. કોઈ પણ દેશ અમને દબાવી નહીં શકે તે સુનિશ્ચિત કરવા આત્મનિર્ભર બનવા પર કેનેડાએ ભાર મૂક્યો છે. અમારી ઈચ્છા મુજબ અમે જીવીશું તેવું કાર્નીએ કહ્યું હતું.
યુરોપિયન યૂનિયન સાથે ગાઢ સંબંધો બનાવવાની દિશામાં કેનેડા પ્રયત્નો કરી રહ્યું છે. તેવું કેનેડાના એક અધિકારીએ કહ્યું હતું.
યુરોપીયન યુનિયન સાથેના હાલના કરારોનું વિસ્તરણ કરવા, નવી સંધિ કરવા અથવા અન્ય કોઈ પ્રકારે સહકાર આપવાના વિકલ્પો કેનેડા અજમાવશે.
આગામી સપ્તાહમાં કાર્ની ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં જવાના છે. જ્યાં કાર્ની યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેરે લેપેનના ભાષણમાં હાજરી આપશે. તે પછીના દિવસે કાર્ની યુરોપિયન પાર્લામેન્ટને સંબોધન કરશે. અમેરિકા અને કેનેડા અર્થ તંત્રો એક બીજા સાથે જોડાયેલા છે. તેમની વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રે ગાઢ સંબંધ છે. ટ્રમ્પે કેનેડાના સામાન પર ટેરિફ્સ લગાવ્યા છે જે બંને દેશ વચ્ચેના નોર્થ અમેરિકન ટ્રેડ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરે છે. કેનેડાના આયાત પર અમેરિકી પ્રતિબંધથી મુશ્કેલી થશે પણ તે ટૂંકા ગાળાનું દુખ રહેશે. રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર અન્ય દેશો સાથે વિકસાવવા કેનેડાને પ્રેરિત કરશે તેવું કાર્નીએ કહ્યું હતું.

 

(6:27 PM IST)