News of Thursday, 19th November 2026
યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સનસનાટીભર્યો ધડાકો: યુક્રેનને અધધ ૪૯ અબજ ડોલરની જંગી લોન આપવા યુરોપિયન યુનિયનની તૈયારીથી રશિયા સહિત દુનિયાભરમાં ભારે હાહાકાર
યુરોપિયન યુનિયનના આ મહાકાય આર્થિક પેકેજની તૈયારી સાંભળીને યુદ્ધના મેદાનમાં નવા સમીકરણો સર્જાતા ક્રેમલિનના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરની આ જંગી લોનથી વૈશ્વિક અર્થતંત્ર અને યુક્રેન સંઘર્ષમાં ભારે ખળભળાટ અને ગરમાવો

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણ અને યુક્રેન યુદ્ધના મોરચેથી એક અત્યંત ચોંકાવનારો, ધમાકેદાર અને સનસનાટીભર્યો સમાચાર સામે આવ્યો છે. ભીષણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેનને ૪૯ અબજ ડોલરની જંગી લોન આપવાની યુરોપિયન યુનિયન (EU) દ્વારા તૈયારી કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે. આટલી મોટી રકમની લોનની તૈયારીથી આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને યુદ્ધના સમીકરણોમાં મોટો ઉલટફેર થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
યુરોપિયન કમિશને બુધવારે યુક્રેનનાં અર્થતંત્ર અને ૨૦૨૭માં યુદ્ધનાં પ્રયત્નોને સપોર્ટ કરવા માટે ૪૯.૪ અબજ ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે. પાંચ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનને નાણાકીય સહાયની તાત્કાલિક જરૂર છે.
લગભગ એક વર્ષ પહેલા યુરોપિયન યુનિયનનાં નેતાઓએ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે યુક્રેનની મોટા ભાગની સૈન્ય અને આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ૯૯ અબજ ડોલરની વ્યાજ વગરની લોનને સમર્થન આપ્યું હતું.
યુક્રેનનાં એનર્જી અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનાં વધતા હુમલા, કાળા સમુદ્ર દ્વારા થતા વેપારમાં અવરોધો દેશનાં અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યાં છે.
ઇયુ નેતાઓને આશા છે કે ૨૭ દેશોનાં ગુ્રપ સિવાયનાં પણ દેશો પણ યુક્રેનની મદદ કરશે. યુરોપિયન કમિશનનું માનવું છે કે યુક્રેનને આગામી વર્ષે ૭૭ અબજ ડોલરની જરૂર પડશે.
કમિશનની યોજના છે કે આ રકમનો બે તૃતિયાંશ ભાગ કેપિટલ માર્કેટથી એકત્ર કરવામાં આવે. જેના કારણે યુક્રેનનાં અર્થતંત્ર માટે ૨૨ અબજ ડોલર અને તેના સૈન્ય માટે ૨૭ અબજ ડોલરની લોન મળી શકે.
યુરોપિયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું છે કે અમને લાગે છે કે મંત્રણાનાં ટેબલ પર યુક્રેનને મજબૂતી આપવાનો આ સૌથી સારી રીત છે.
કમિશનની યોજના ઇયુ સેંકશન હેઠળ ફ્રીઝ કરવામાં આવેલી રશિયન એસેટ્સથી મળનારા વ્યાજનો ઉપયોગ લોનની ચુકવણીમાં મદદ કરવાની છે. મોટા ભાગની એસેટ્સ સપ્ટેમ્બરનાં અંતમાં ૨૨૪ અબજ ડોલર બેલ્જિયમનાં ફાઇનાન્સિયલ ક્લિયરિંગ હાઉસ યુરોક્લિયરમાં રાખવામાં આવી છે.
યુરોપનાં મોટા ભાગનાં દેશો યુક્રેનને મદદ કરવાનાં સમર્થનમાં છે. જો કે કેટલાક દેશો યુક્રેનને મદદ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. આ દેશોમાં ઝેક રિપબ્લિક, હંગેરી અને સ્લોવેકિયાનો સમાવેશ થાય છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
