News of Saturday, 21st November 2026
આંતરરાષ્ટ્રીય મોરચે સનસનાટીભર્યો અને ખૌફનાક ધડાકો: શાંતિ સ્થપાય તે પહેલાં જ યુક્રેન પર રશિયાના ભીષણ હુમલાથી સમગ્ર વિશ્વમાં સન્નાટો
યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાની આશાઓ વચ્ચે રશિયાએ અચાનક હુમલા તેજ કરતા વૈશ્વિક નેતાઓ અને નાગરિકોના છાતીના પાટિયા બેસી ગયા: મિસાઈલો અને ડ્રોનના ગગનભેદી ધડાકાઓથી યુક્રેનની ધરતી ધ્રૂજી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષમાં શાંતિ સ્થપાવાની આશાઓ જાગી હતી, પરંતુ તે પહેલાં જ એક એવો અત્યંત ચોંકાવનારો, વિસ્ફોટક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં ભારે સન્નાટો અને હડકંપ મચાવી દીધો છે. શાંતિ મંત્રણા અને સમાધાનની ચર્ચાઓ વચ્ચે રશિયા દ્વારા યુક્રેન પર અચાનક મોટા પાયે હુમલા કરવામાં આવતા યુદ્ધના મેદાનમાં ફરી એકવાર ભીષણ તંગદિલી અને હાહાકાર મચી ગયો છે.
હજુ એક દિવસ પહેલા જ યુક્રેને રશિયાના મહત્વપૂર્ણ બ્રિજો તોડી પાડતા હુમલા કર્યા હતા. જે બાદ હવે રશિયાએ આક્રામક રીતે વળતો જવાબ આપતા હુમલા કર્યા છે. રશિયાએ યુક્રેન પર રાતભર ૪૦૦ ડ્રોન, ૧૧૦ મિસાઇલો છોડી હતી. જેમાંથી ૨૭ મિસાઇલો બેલિસ્ટિક જ્યારે કેટલીક મિસાઇલોમાં ક્લસ્ટર વોરહેડ ફીટ કરાયા હતા જેમાં અનેક નાના બોમ્બ રખાયા હતા. યુક્રેને કહ્યું હતું કે રાજધાની કીવમાં છ સહિત કુલ આઠ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક નાગરિકો ઘાયલ થયા છે, કીવમાં સૈન્ય હથિયારો લાવવા લઇ જવા માટે ઉપયોગી મહત્વના બ્રિજને રશિયાના હુમલામા નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ યુક્રેન પર છોડેલી મિસાઇલ પોલેન્ડ પર પડી હતી, પોલેન્ડે દાવો કર્યો હતો કે રશિયા ઇરાદાપૂર્વક ભડકાવવા માગે છે અને તેથી જ આ મિસાઇલ છોડવામાં આવી હતી. રશિયાની આ મિસાઇલ પોલેન્ડ અને યુક્રેન સરહદેથી માત્ર ૬૦ કિમી દૂર જઇને ક્રેશ થઇ હતી. જે વિસ્તારમાં મિસાઇલ ત્રાટકી ત્યાં આસપાસ તમામ શાળાઓ કોલેજોને બંધ કરી દેવાઇ હતી. મિસાઇલ ત્રાટકી તે સમયનો ધડાકો, ધુમાડા અને તિવ્ર અવાજ કેમેરામાં કેદ થયા હતા. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટુસ્કે કહ્યુ હતું કે રશિયા આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નાટો જુથના વડા સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટેએ કહ્યું હતું કે પોલેન્ડ પર રશિયાનો મિસાઇલ હુમલો ગંભીર ઘટના છે. હજુ એક દિવસ અગાઉ જ ચીનમાં સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા, શાંતિ સ્થાપિત કરવાની મોટી મોટી વાતો થઇ હતી. પરંતુ શાંતિની આ વાટાઘાટોના માત્ર ૪૮ કલાકમાં જ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો ચલાવ્યો હતો.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
