<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અજબ-ગજબની હરીફાઈ: જ્યાં ‘સ્પીડ’ નહીં પણ ‘ધીમી ગતિ’ જીતાડે છે મેદાન:ગોકળગાયની રેસ બની આકર્ષણનું કેન્દ્ર

રેસ જીતવા માટે વર્ષોની રાહ જોવી પડે?: હરીફાઈના ટેન્શનથી મુક્ત થઈ લોકો માણી રહ્યા છે ‘ધીમા જીવન’નો લ્હાવો:દુનિયાની સૌથી શાંત સ્પર્ધા:ફાસ્ટ લાઈફને બ્રેક મારી સેંકડો લોકો ઉમટ્યાશું ‘ગોકળગાય’ પણ ગોલ્ડ મેડલ જીતી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી રેસ

નવી દિલ્હી: આજની દુનિયામાં જ્યાં 5G સ્પીડ અને હાઈ-સ્પીડ કારનો ક્રેઝ છે, ત્યાં એક એવું પણ સ્થળ છે જ્યાં દુનિયાની સૌથી ધીમી રેસ યોજાય છે. અહીં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે પણ કોઈ ગોકીરો કે ઘોંઘાટ નહીં, માત્ર શાંતિથી 'ગોકળગાય' (Snail) ની ગતિને નિહાળે છે. 'વર્લ્ડ સ્નેઈલ રેસિંગ' નામની આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે તેજી નહીં પણ ધીરજની જરૂર હોય છે.
માત્ર 10,000ની વસ્તી ધરાવતું ફેંગલિન શહેર વર્ષ 2014માં 'Cittaslow' (સ્લો સિટી નેટવર્ક) સાથે જોડાયું હતું, જેનું પ્રતીક જ ગોકળ ગાય છે. આ પ્રતીક ધૈર્ય અને શાંત જીવનનો સંદેશ આપે છે. વર્ષ 2024માં આવેલા વિનાશક ભૂકંપને કારણે અહીંના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિક લોકોએ પોતાની આ 'ધીમી ઓળખ'ને જ દુનિયા સામે લાવવાનો નિર્ણય કર્યો. પરિણામે, પાંચ વર્ષના વિરામ બાદ ફરી એકવાર ભવ્ય સ્નેઇલ રેસનું આયોજન કરાયું, જેણે પ્રવાસીઓને ફરી આ શહેર તરફ આકર્ષ્યા છે.
આ અનોખી રેસનું ફોર્મેટ ખૂબ જ રસપ્રદ હતું. એક રાઉન્ડ ટેબલની મધ્યમાં ગોકળ ગાયને મૂકવામાં આવે છે. જે ગોકળ ગાય સૌથી પહેલા 33 સેન્ટિમીટર દૂર આવેલા કિનારે પહોંચે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે 'બ્રધર સ્નેઇલ' નામની ગોકળ ગાયે માત્ર 3 મિનિટ 3 સેકન્ડમાં આ અંતર કાપીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. આ રેસમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. કેટલાક સ્પર્ધકો તો પોતાની ગોકળગાયને તાજા ફળો, શાકભાજી અને શક્કરિયાના પાન ખવડાવીને ખાસ તૈયાર કરે છે. એક દંપતી તો પોતાના 'જાયન્ટ આફ્રિકન સ્નેઇલ' સાથે પાંચ કલાકની મુસાફરી કરીને અહીં પહોંચ્યું હતું.

 

 

 

 

 

(6:17 PM IST)