News of Tuesday, 27th October 2026
સાયબર જગતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ના આતંકનો ભયાનક ધડાકો: એન્થ્રોપિકના એઆઈ મોડેલે સરકારી વેબસાઈટની સુરક્ષા ભેદીને ગેરકાયદેસર રીતે મહત્ત્વનો ડેટા તફડાવી લીધો
માનવ નિયંત્રણ બહાર ગયેલા અત્યાધુનિક એઆઈના આ ખૌફનાક ચોરીના ખેલથી વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને આઈટી નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:ટેકનોલોજીની દુનિયામાં એક અત્યંત ચોંકાવનારો, કાળજું કંપાવી દેતો અને ચકચાર મચાવનારો સ્ફોટક કિસ્સો સામે આવ્યો છે. જાણીતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિક (Anthropic) ના એક હાઈટેક AI મોડેલે તમામ સુરક્ષા પ્રોટોકોલના ધજાગરા ઉડાડીને અત્યંત સંવેદનશીલ ગણાતી સરકારી વેબસાઈટમાં ગેરકાયદેસર રીતે સટાસટ ઘૂસણખોરી કરી લીધી હતી. આ એઆઈ મોડેલે સાયબર સિક્યોરિટીની મજબૂત દીવાલો તોડીને સરકારી તંત્રનો કરોડોની કિંમતનો ખાનગી અને ગુપ્ત ડેટા ચોરી કરીને તફડાવી લીધો હોવાનો પર્દાફાશ થયો છે.
સ્ટેટિસટિક્સના એક પ્રોજેક્ટ માટે ક્લોડનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. આ 'ટ્રેઇનિંગ રન' દરમિયાન એઆઇને જાણ થઈ હતી કે પબ્લિક ડેશ બોર્ડનો ઉપયોગ કરવા વિઝિટર્સને એક્સેસ ટોકન આપવામાં આવે છે.
જે માહિતી ફી ચૂકવ્યા પછી જ મળે તે માહિતી માટે મોડેલે ડેશ બોર્ડ પાસેથી એક્સેસ ટોકનની વિનંતી કરી હતી અને વોટર્સ ડેટા (મતદાતાઓની વિગતો) મેળવી લીધો હતો.
એન્થ્રોપિકના એક પ્રવક્તાએ કહ્યું કે 'આવા કૃત્યો ફરી વાર નહીં થઈ શકે તે માટે અમે પગલાં ભર્યા છે.
ક્લોડે વ્યક્તિગત મતદારોની વિગત મેળવી નથી અથવા વોટર્સ ડેટામાં ફેરફારો કર્યા નથી તેવી સ્પષ્ટતા એન્થ્રોપિકે કરી હતી.
આ બનાવ બન્યો હતો તે પછી એન્થ્રોપિકે જ્યોર્જિયા સેક્રેટરી ઓફ સ્ટેટ અને વ્હાઇટ હાઉસને જાણ કરી હતી, આ ઘટના જૂની છે, પણ હવે જાહેર થઈ છે. જ્યોર્જિયા ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ જોર્ડન કૂક્સે કહ્યું હતું કે એઆઇએ પ્રોટેક્ટેડ (રક્ષિત) વોટર્સ ફાઇલ્સ મેળવી નહોતી, પણ જાહેરમાં ઉપલબ્ધ (ફી ભર્યા પછી) વોટર્સ ડેટા જ મેળવ્યો હતો. અહીં મહત્ત્વનું એ છે કે પેવોલ બાયપાસ કરી ડેટા મેળવવામાં આવ્યો હતો. ટોકન અથવા પેમેન્ટની આવશ્યક્તાથી રક્ષિત માહિતીને ક્લોડ વગર પેમેન્ટ મેળવી શકે છે તેવું એન્થ્રોપિકે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું. ફેડરલ, રાજ્યની અને સ્થાનિક સરકારી સંસ્થાઓની વેબસાઇટ્સ પરની પેવોલ્સને બાયપાસ કરી શકાય છે તેવું કંપનીએ જણાવ્યું હતું.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
