News of Friday, 4th September 2026
પાકિસ્તાનમાં BLAના લડાકુઓનો કાળજું કંપાવનારો ભયાનક ધડાકોઃ પાકિસ્તાની સેના પર ચલાવ્યો લોહિયાળ હુમલો: ૨૫ સૈનિકોને સટાકથી ઠાર માર્યાનો દાવો
પાક સેનાના કાફલા પર બલૂચ વિદ્રોહીઓનો રાક્ષસી સપાટો: ધડાધડ ગોળીબાર અને બોમ્બધમાકાથી પાકિસ્તાનની ધરતી ધ્રૂજી ઊઠીઃ સેનાના ૨૫થી વધુ જવાનોને ઢાળી દેતાં પાક સલ્તનતમાં ભયાનક ફફડાટ અને સન્નાટો

નવી દિલ્હી :પાકિસ્તાનની ધરતી પર સેનાના હોશ ઉડાડી દેતો અને પાક હુકુમતનું લોહી થીજાવી દેતો એક અતિ-સનસનાટીભર્યો અને લોહિયાળ વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! બલૂચિસ્થાન લિબરેશન આર્મી (BLA) ના જાંબાઝ લડાકુઓએ પાકિસ્તાની સૈન્યના કાફલાને ઘેરીને તેમના પર કાળમુખો અને જાનલેવા હુમલો બોલાવી દીધો છે. BLA ના લડાકુઓએ કરેલા આ ભયાનક હુમલામાં પાકિસ્તાની સેનાના પૂરા ૨૫ જેટલા સૈનિકોને સ્થળ પર જ સટાકથી ઠાર મારી દેવામાં આવ્યા હોવાનો દાવો કરાતાં આખા પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે!
BLAના જણાવ્યા અનુસાર, પહેલો હુમલો ઝિયારત ક્રોસ પાસે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાફલાના બે વાહનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને 18 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં BLAની 'ફતેહ સ્ક્વોડ' સામેલ હોવાનું કહેવાય છે. બીજો હુમલો સુરાબના હાજીકા વિસ્તારમાં થયો હતો, જ્યાં રિમોટ કંટ્રોલ સંચાલિત વાહનમાં વિસ્ફોટ કરીને 7 સુરક્ષાકર્મીઓને ઠાર કરવાનો દાવો કરાયો છે.
જોકે, BLA દ્વારા કરવામાં આવેલા 25 સૈનિકોના મોત દર્શાવતા આ દાવાની પાકિસ્તાની અધિકારીઓ કે કોઈ સ્વતંત્ર સ્ત્રોત દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ BLA આવા અનેક મોટા હુમલાઓની જવાબદારી લેતું રહ્યું છે.
બલૂચિસ્તાનમાં અલગતાવાદી સંગઠન BLA લાંબા સમયથી પાકિસ્તાની સેના સામે સશસ્ત્ર સંગ્રામ ચલાવી રહ્યું છે. ઓગસ્ટ 2026 દરમિયાન પણ BLAએ 9થી 15 ઓગસ્ટ વચ્ચે 22 સુનિયોજિત હુમલા કરીને 26 સૈનિકોને માર્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત મસ્તુંગ પાસે IED હુમલામાં 13 સૈનિકો અને જુલાઈ 2026માં ગ્વાદર કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલો કરીને 30થી વધુ જવાનોને ઠાર કર્યાનો દાવો સંગઠનની 'મજીદ બ્રિગેડ' દ્વારા કરવામાં આવ્યો હતો.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
