News of Saturday, 19th September 2026
કુદરતના ખોળે બ્રહ્માંડ હલાવતો ભંડાન ફોડઃ ૧૦૦-૧૦૦ વર્ષના લાંબા અંતર બાદ બિલાડીની અત્યંત અગમ્ય અને નવી પ્રજાતિ મળી આવી: ચિત્તા જેવી ખોફનાક ચામડી પરંતુ વજન પાલતુ બિલાડી કરતાંય ઓછું
વિજ્ઞાન જગત અને પ્રાણીપ્રેમીઓમાં કાળજું કંપાવતો રોમાંચ: ૧ સદી પછી જીવવિજ્ઞાનીઓના હાથ લાગ્યો પિશાચી ખજાનો: જંગલના કાળમુખા અંધારામાંથી પ્રગટ થઈ ચિત્તા જેવી પટ્ટા-ટપકાંવાળી રાક્ષસી ચામડી ધરાવતી વિચિત્ર બિલાડી: દેખાવમાં હિંસક દીપડા અને ચિત્તાની નાની પ્રતિકૃતિ પણ વજનમાં સામાન્ય ઘરગથ્થુ બિલાડી કરતાંય હલકી હોવાનો વિસ્ફોટક ખુલાસો: પ્રકૃતિની આ અજાયબી પરથી પડદો ઊંચકાતાં જ દુનિયાભરના વિજ્ઞાનીઓ અને સંશોધકોના સટાકથી હોશ ઊડ્યા:લુપ્ત માનવામાં આવતી આ પ્રજાતિના અસ્તિત્વનો કૂચડો બોલાવતા પુરાવા મળતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે સનાટો વ્યાપી ગયો

નવી દિલ્હી:જીવવિજ્ઞાન અને પ્રકૃતિની દુનિયામાંથી આખી માનવજાતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો તથા બ્રહ્માંડ હલાવતો ભંડાન ફોડ સામે આવ્યો છે! પૂરા ૧૦૦ વર્ષના લાંબા સમયગાળા અને સદીઓના ઈંતેજાર બાદ વૈજ્ઞાનિકોને બિલાડી કુળની એક એવી અવનવી અને રહસ્યમય પ્રજાતિ મળી આવી છે, જેનો દેખાવ જોઈને જંગલના પ્રાણીઓના પણ હોશ ઊડી ગયા છે.
આ અનોખી પ્રજાતિ સામે આવવા પાછળની ઘટના દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયા સાથે જોડાયેલી છે. વર્ષ 2017માં ત્યાંના એક સ્થાનિક નાગરિકને રસ્તા કિનારે આવેલા જંગલમાંથી બિલાડીનું એક નાનું બચ્ચું બિનવારસી હાલતમાં મળ્યું હતું. સામાન્ય પાલતુ બિલાડી સમજીને તે વ્યક્તિ તેને પોતાના ઘરે લઈ આવ્યો અને એક વર્ષ સુધી તેનું પાલનપોષણ કર્યું. જોકે, સમય જતાં જ્યારે તેને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય પાલતુ પ્રાણી નથી પરંતુ સંપૂર્ણપણે જંગલી જીવ છે, ત્યારે તેણે તેને 'સેંડા વર્ડે એનિમલ રિફ્યુજ' નામની સ્થાનિક સેન્ચ્યુરીને સોંપી દીધું હતું.
નેશનલ જ્યોગ્રાફિકના અહેવાલ મુજબ, જ્યારે બાયોલોજિસ્ટ પાઓલા નોગાલેસ-અસ્કારુંજ આ બિલાડીને જોવા માટે સેન્ચ્યુરી પહોંચ્યા ત્યારે તેના શારીરિક લક્ષણો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનું મોઢું નાનું અને સંકોચાયેલું હતું, કાન ગોળાકાર, લાંબી મૂછો અને સમગ્ર શરીર પર ચિત્તા જેવા મોટા-મોટા કાળા ડાઘ હતા. શરૂઆતમાં તેમણે તેને ટાઇગર કેટની કોઈ સામાન્ય પ્રજાતિ માની લીધી હતી. પરંતુ 2019માં એક પુસ્તક પર કામ કરતી વખતે તેમનું ધ્યાન ગયું કે આ બિલાડીના શરીર પરના ડાઘ પડોશી દેશ બ્રાઝિલમાં જોવા મળતી ટાઇગર કેટ કરતાં ઘણા મોટા અને તદ્દન અલગ હતા.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
