News of Saturday, 15th August 2026
અમેરિકા દિવાસ્વપ્ન જોવાનું બંધ કરે’: હોર્મુઝ પર કબજાના ટ્રમ્પના ધડાકા સામે ઈરાનની લાલ આંખ
વિશ્વયુદ્ધના એંધાણ? : વૈશ્વિક તેલમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર અમેરિકી સેનાના કબ્જાના દાવાથી ખળભળાટ: ઈરાને કહ્યું- ‘અમેરિકા જરાય ભૂલમાં ન રહે:આપાતકાલીન જવાબ અપાશે

નવી દિલ્હી :દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ તેલમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર વર્ચસ્વ જમાવવા મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે આક્રમક વળાંક લઈ ચૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં હોર્મુઝના તમામ સાધન-સામગ્રી અને જળમાર્ગ પર અમેરિકી સેનાનું નિયંત્રણ સ્થાપવાનો સનસનાટીભર્યો દાવો કરતાં જ ઈરાન ભડકી ઊઠ્યું છે અને અમેરિકાને 'ખોટાં સપનાં જોવાનું બંધ કરવા' ખુલ્લી ચિમકી આપી છે.
ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાનની હાર પછી તેઓ ટૂંક સમયમાં હોર્મુઝને અમેરિકી ક્ષેત્ર જાહેર કરશે. હોર્મુઝ પર ન તો એરક્રાફ્ટ કેરિયર દ્વારા, ન આદેશ જારી કરીને કે ન તો ચૂંટણી ભાષણથી કબજો કરી શકાય છે.' તેમણે વધુમાં ઉમેર્યું, 'એક વાર અને હંમેશા માટે સત્યનો સ્વીકાર કરી લો કે, અત્યાર સુધી તમને વ્યૂહાત્મક અને ભારે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં સુધી તમે તમારી હાર સ્વીકારતા નથી અને કાલ્પનિક ભૂલો છોડતા નથી, ત્યાં સુધી ઈરાન નાકાબંધી ચાલુ રાખશે.'
ન્યૂયોર્કમાં એક પોલીસ એકેડેમીમાં આયોજિત રાજકીય રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઈરાનને સંપૂર્ણપણે હરાવ્યા પછી, હું ટૂંક સમયમાં હોર્મુઝને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો ભાગ જાહેર કરીશ.' તેમણે ઉમેર્યું હતું કે, એક ખરાબ દેશ પાસે પરમાણુ હથિયાર ન રહે તે સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલની થોડી વધુ કિંમત ચૂકવવી યોગ્ય છે. જોકે, પાછળથી વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પ માત્ર મજાક કરી રહ્યા હતા. આ સિવાય ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પણ દાવો કર્યો હતો કે, અમેરિકાનું હોર્મુઝ સામુદ્રધુની પર પૂરૂં નિયંત્રણ છે, અને તે ઈરાન સામે 'સ્ટીલની દીવાલ' (Wall of Steel) સમાન છે.
ઈરાનની સેન્ટ્રલ મિલિટ્રી કમાન્ડ 'ખાતમ-અલ-અંબિયા'ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલફગારીએ જણાવ્યું કે, અમેરિકાના દાવાઓ સંપૂર્ણપણે જૂઠા અને મનઘડંત છે. હોર્મુઝ પહેલાની જેમ જ ઈરાનની પૂરી દેખરેખ અને મેનેજમેન્ટ હેઠળ છે. ઈરાની સેનાની મંજૂરી વિના કોઈ પણ કોમર્શિયલ જહાજ કે ટેન્કર માટે અહીંથી સુરક્ષિત પસાર થવું શક્ય નથી.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
