<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમેરિકાના ‘લડાયક કૂકડા’નો ખેલ ખતમ: ફિલિપાઈન્સમાં થતી કરોડોની નિકાસ પર લાગી બ્રેક

કૂકડા લડાવવાના શોખીનોમાં સોપો પડી ગયો: અમેરિકાથી ફિલિપાઈન્સ જતી હાઈ-બ્રીડ કૂકડાઓની સપ્લાય અટકી પડતા સટ્ટાબજાર અને મનોરંજન ઉદ્યોગમાં ખળભળાટ:બર્ડ ફ્લૂ કે કાયદાકીય ગુંચ? હજ્જારો ડોલરની કિંમતના કૂકડાઓ હવે અમેરિકામાં જ કેદ: ફિલિપાઈન્સના ‘કોકફાઈટ’ (Cockfight) મેદાનોમાં સન્નાટો

નવી દિલ્હી: અમેરિકા અને ફિલિપાઈન્સ વચ્ચે ચાલતા એક અનોખા અને મોટા પાયાના વ્યાપારમાં અત્યારે મોટું વિઘ્ન આવ્યું છે. ફિલિપાઈન્સમાં કૂકડાઓની લડાઈ (Sabong) એ માત્ર રમત નથી પણ અબજો ડોલરનો ઉદ્યોગ છે, અને તે માટેના ખાસ પ્રજાતિના લડાયક કૂકડાઓ અમેરિકાથી નિકાસ કરવામાં આવે છે. જોકે, તાજેતરમાં અમુક કાયદાકીય ફેરફારો અને શિપિંગના પ્રશ્નોને કારણે આ નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

ફિલિપાઈન્સમાં કૂકડા  લડાવવાનો ખતરનાક ક્રેઝ જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં સબોંગ તરીકે ઓળખવામાં આવે છે. કૂકડા લડાવવાનો આશરે વાર્ષિક એક બિલિયન ડોલર એટલે કે આશરે ૮૩૦૦ કરોડનો બિઝનેસ છે. 

 ફિલિપાઈન્સમાં અનેક સ્થળે તેનું આયોજન થતું હોય છે, કૂકડા લડાવવા માટે વિશેષ સ્ટેડિયમો અને ફાઇટ રિંગ પણ તૈયાર કરવામાં આવેલા છે. કૂકડા ફાઇટને જોવા માટે હજારો લોકો આવતા હોય છે. 

આ ખેલને ખુની કે વધુ ઘાતકી બનાવવા માટે કૂકડાને ચાકુ બાંધીને પણ લડાવવામાં આવે છે. જેને પગલે પશુઓના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ તેનો વિરોધ કરી રહી છે. 

એક અનુમાન મુજબ અમેરિકા દર વર્ષે આશરે ૪૦ હજારથી વધુ લડાકુ કૂકડા ફિલિપાઈન્સમાં નિકાસ કરે છે સારી ક્વોલિટીના એક કૂકડાની કિંમત બે હજાર ડોલર એટલે કે આશરે રૂ. ૧.૫ લાખ સુધી હોય છે, વાર્ષિક ૯૦૦ કરોડ રૂપિયાનો નિકાસ બિઝનેસ છે. જે હવે ઠપ થવાની શક્યતાઓ છે. કેમ કે અમેરિકાથી ફિલિપાઈન્સ આ કૂકડા લઇ જવાનું કામ સંભાળી રહેલી કોરિયન એરલાઇને મોટો નિર્ણય લીધો છે. પશુઓ પર અત્યાચારને ધ્યાનમાં રાખીને એરલાઇને કહ્યું છે કે તે હવેથી અમેરિકાથી ફિલિપાઈન્સ કૂકડા લઇ જવાનું કામ નહીં કરે. હાલ પુરતા મુરઘા ટ્રાન્સપોર્ટ કરવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.    

(5:04 PM IST)