News of Thursday, 4th June 2026
પેન્ટ પર આવીને બેસી ગઈ મધમાખીઓઃ કરડે નહીં એ માટે કલાકો સુધી યુવક હલ્યા વિના ઊભો રહ્યો
જાપાનમાં એક યુવક સાથે થયેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ

ટોક્યો,તા.૪: જપાનમાં એક યુવક સાથે થયેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ૨૫ વર્ષનો યુવક ગેરેજમાં કામ કરી રહ્યો હતો. તે વાંકો વળીને કામ કરી રહ્યો હતો એ જ વખતે તેની પૂંઠ પર એક રાણી મધમાખી આવીને બેસી ગઈ. હવે જ્યાં રાણી મધમાખી જાય ત્યાં એની પાછળ સેવક મધમાખીઓ તરત જ આવીને બેસી જાય. પેલા યુવકને ખબર પડે એ પહેલાં તો તેની પૂંઠ પર લિટરલી નાનો મધપૂડો કહેવાય એટલી મધમાખીઓ બેસી ગઈ. તે સહેજ હલ્યો અને તરત પૂંઠ પર સળવળાટ થયો. છેક મધપૂડો રચાઈ ગયા પછી જ્યારે તેને ખબર પડી કે તેની બમ પર મધપૂડો થઈ ગયો છે. તે વધુ હલે તો મધમાખીઓ વીફરે અને તેને એવી જગ્યાએ મધમાખીના ડંખ થાય કે પીડાની કલ્પના પણ ન કરી શકાય. મધમાખી કરડવાના ડરે તે કલાકો સુધી એમ જ ઊભો રહ્યો. બીજી તરફ બીજા લોકોએ મધમાખીને પકડનારા નિષ્ણાતોને બોલાવ્યા. તેમણે સિફતપૂર્વક બીજી રાણી મધમાખીની મદદથી મધમાખીઓને પેલા ભાઈની પૂંઠેથી એક બોક્સમાં ટ્રાન્સફર કરી હતી. નવાઈની વાત એ હતી કે આ આખીયે પ્રક્રિયા દરમ્યાન તેણે એટલી શાંતિ જાળવી હતી કે એક પણ મધમાખી તેને કરડી નહોતી
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
