News of Tuesday, 28th July 2026
ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટા સમાચાર: નેપાળે ₹૨૦૦ અને ₹૫૦૦ ની ભારતીય નોટો પરનો પ્રતિબંધ હટાવ્યો
પ્રવાસીઓ હવે રૂ. ૨૫,૦૦૦ સુધીની ભારતીય ચલણી નોટો સાથે રાખી શકશે: સરહદી વેપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળવાની શક્યતા

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના આર્થિક અને પ્રવાસન સંબંધોને વધુ મજબૂત બનાવતો એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય નેપાળ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે; નેપાળે ભારતીય ચલણની ₹૨૦૦ અને ₹૫૦૦ ની નોટો પર અગાઉ લાદવામાં આવેલો પ્રતિબંધ સત્તાવાર રીતે ઉઠાવી લીધો છે; નવા નિયમો અનુસાર, હવે નેપાળની મુલાકાતે જતા ભારતીય નાગરિકો, પ્રવાસીઓ અને વેપારીઓ પોતાના રોજીંદા ખર્ચ માટે કુલ ₹૨૫,૦૦૦ ની મર્યાદા સુધીની ભારતીય ચલણી નોટો સાથે રાખી શકશે; ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ની નોટબંધી બાદ નેપાળે સુરક્ષા અને ચલણી ગડબડના કારણોસર મોટી ભારતીય નોટોના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી, જેના કારણે સરહદી વિસ્તારોમાં વેપાર કરતા લોકો અને પશુપતિનાથ દર્શનાર્થે જતા ભારતીય શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી; આ પ્રતિબંધ હટતાં બંને દેશો વચ્ચેના પ્રવાસન અને સ્થાનિક વેપાર-રોજગારને મોટો ફાયદો થશે.
નેપાળ રાષ્ટ્ર બેન્કના પ્રવક્તા ગુરૂપ્રસાદ પૌડેલના જણાવ્યા પ્રમાણે નેપાળી નાગરિક પણ ભારતીય કરન્સી લઈને નેપાળ આવી શકશે. પરંતુ અન્ય કોઈ ત્રીજા દેશની કરન્સી ચલાવી નહીં લેવાય. નેપાળ સરકારના આદેશ પ્રમાણે ભારતીય તેમજ નેપાળી નાગરિક રૂ. ૨૫,૦૦૦ સુધીની ભારતીય કરન્સી રાખી શકશે. ભારત- નેપાળમાં આવવું જવું સરળ બનશે.
૯ નવે. ૨૦૧૬માં ભારતમાં નોટબંધી કરાઈ હતી તે પછીથી પ્રસિદ્ધ થયેલી નોટો (રૂ. ૨૦૦ અને ૫૦૦ની) નેપાળમાં ચલણમાં રહેશે. ૨૦૧૬ પહેલાની ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો પ્રતિબંધિત રહેશે. કારણ કે તે સમયે ભારતે જ તે નોટો પાછી ખેંચી હતી. તેવી જ રીતે તે સમયની રૂ. ૨૦૦ની નોટો પણ પ્રતિબંધિત રહેશે.
આ નિયમથી ટુરીસ્ટોને ફાયદો થશે તેમજ વ્યાપાર ક્ષેત્રને પણ ફાયદો થશે. નેપાળમાં ભારતના એક રૂપિયાની વેલ્યુ ૧.૬૦ નેપાળી રૂપિયા બરાબર છે. ૨૦૧૬માં જ્યારે નોટબંધી જાહેર કરાઈ ત્યારે નેપાળમાં ૯.૪૮ કરોડ રૂપિયાની ભારતીય નોટો ચલણમાં હતી. પરંતુ તે નોટો માત્ર વ્યાપારીઓ વચ્ચે જ ચલણમાં હતી. નાની મોટી લેતી- દેતી માટે તેથી ફાયદો થતો નહીં પરંતુ વ્યાપાર (મોટા વ્યાપાર) ક્ષેત્રે તેથી લાભ થતો હતો.
તે સર્વવિદિત છે કે, દર વર્ષે નેપાળમાંથી લાખ્ખો લોકો અભ્યાસ, નોકરી અને વ્યવસાય અર્થે ભારત આવે છે. તેઓને કોઈ સમસ્યા ન થાય તે માટે, નેપાળ સરકારે આ નિર્ણય કર્યો છે. જેથી નેપાળીઓને સરળતા રહે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
