<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

LPG ના મોરચે મોટા સમાચાર: 45,000 ટન ગેસ ભરેલું સુપર ટેન્કર ‘હોર્મુઝ’ ઓળંગવા સજ્જ:ગેસની અછત હવે ભૂતકાળ બનશે

વૈશ્વિક બજારમાં ગેસનો મોટો જથ્થો ઠલવાશે: હોર્મુઝની સામુદ્રધુની પર આખી દુનિયાની નજર:તણાવ વચ્ચે પણ ગેસ સપ્લાય યથાવત રાખવા મોટા પ્રયાસો: સુપર ટેન્કરના આગમનથી કિંમતો પર શું અસર થશે? ભારત સહિત અનેક દેશોને મળશે મોટી રાહત:એનર્જી સેક્ટરમાં ‘હોર્મુઝ’ મોરચે મોટી જીત

નવી દિલ્હી: વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા સમુદ્રી માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પરથી અત્યારે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) ની વૈશ્વિક અછત વચ્ચે ૪૫,૦૦૦ ટન ગેસનો તોતિંગ જથ્થો લઈને એક સુપર ટેન્કર આ માર્ગ ઓળંગવાની તૈયારીમાં છે. મધ્ય-પૂર્વમાં ચાલતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આ માર્ગ પર જોખમ હોવા છતાં, આ ટેન્કરની સુરક્ષિત અવરજવર એનર્જી માર્કેટ માટે ઓક્સિજન સમાન સાબિત થશે.

શનિવારે આ સુપરટેન્કર લારક અને કેસમ આઇલેન્ડ પાસે હતું. તે ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા છે. અમેરિકાએ 13 એપ્રિલથી નાકાબંધી કરી હોવાથી આ માર્ગે ટેન્કરોનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ ગેસ ભારત પહોંચવાથી બજારમાં ચાલી રહેલી અછત અને વધતા ભાવોમાં રાહત મળી શકે છે.

રિપોર્ટ અનુસાર, અમેરિકાની નાકાબંધીને કારણે ભારતના ઓછામાં ઓછા 14 જહાજો હજુ પણ ફારસની ખાડીમાં રોકાયેલા છે. અગાઉ બે જહાજોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાનની ચેતવણી બાદ તેમણે પરત ફરવું પડ્યું હતું. જોકે, ઈરાન સાથે કનેક્શન ધરાવતા અંદાજે 34 ટેન્કરો અમેરિકાની નાકાબંધીને ચકમો આપીને નીકળવામાં સફળ રહ્યા છે.

નિયમ મુજબ, અમેરિકન નૌસેના અન્ય દેશની દરિયાઈ સીમામાં જહાજને રોકી શકતી નથી. આથી, જો કોઈ જહાજ ઈરાનના તટીય વિસ્તારથી ચાબહાર બંદર પહોંચે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા થઈને ભારત તરફ આવે, તો તે એક વૈકલ્પિક રસ્તો બની શકે છે. આ માર્ગે ટેન્કર ગુજરાત, મહારાષ્ટ્ર અથવા ગોવાના બંદરો પર પહોંચી શકે છે.

(6:10 PM IST)