<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

વોશિંગ્ટનમાં મોટો રાજકીય ધડાકો: રશિયા સાથેની ટ્રમ્પની ગુપ્ત ડીલ પર બ્રેક મારવા ખુદ રિપબ્લિકન સાંસદો જ મેદાનમાં:સંસદમાં લાવશે ખતરનાક બિલ

ટ્રમ્પના મનસ્વી નિર્ણયો સામે પોતાની જ પાર્ટીના સાંસદોએ બળવો પોકારતાં અમેરિકી રાજકારણમાં ભૂકંપ: પુતિન સાથે દોસ્તી ગાઢ કરવાના ખેલ પર કાયદાનો કોરડો વીંઝાશે

નવી દિલ્હી:અમેરિકાના રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ચકચાર મચાવનારો ધડાકો સામે આવ્યો છે, જેમાં રશિયાના પ્રમુખ પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની સાઠગાંઠ અને ગુપ્ત ડીલને કાયદાકીય રીતે રોકવા માટે ખુદ રિપબ્લિકન પાર્ટીના જ સાંસદોએ બળવાનો ઝંડો ઉગામી દીધો છે. ટ્રમ્પ દ્વારા રશિયા સાથે કરવામાં આવનારી વિવાદિત ડીલને બિનઅસરકારક બનાવવા અને તેમની સત્તા પર અંકુશ લગાવવા માટે સંસદમાં એક અત્યંત કડક બિલ લાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવાતાં વ્હાઈટ હાઉસમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો ટ્રમ્પના નિર્ણય સામે લાલ આંખ કરીને ખડક થઈ જતાં ટ્રમ્પ કેમ્પના છાતીના પાટિયા બેસી ગયા છે. રશિયન માફિયાઓ અને પુતિન સાથેના સબંધોને લઈને અમેરિકી સંસદ કેપિટલ હિલમાં ખેલાઈ રહેલા આ ડ્રામાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાહાકાર મચી ગયો છે.

રશિયા પાસેથી ડીઝલની ખરીદી માટે તેના પરના પ્રતિબંધો હટાવવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં જ ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના આ નિર્ણયને રોકવા માટે એક દ્વિદલીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. બીજીબાજુ રશિયન ડીઝલ પરના પ્રતિબંધો હટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તેવી ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે.
પશ્ચિમ એશિયામાં ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ એક મહિનાથી વિક્રમી છ ડોલરથી ઉપર છે ત્યારે ડીઝલના ભાવ ઘટાડવા પ્રમુખ ટ્રમ્પે યુક્રેન સામે યુદ્ધે ચઢેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ડીઝલની ખરીદીનો સોદો કર્યો છે. ટ્રમ્પના આ સોદાનો હવે અમેરિકામાં જ વિરોધ શરૂ થઈ ગયો છે.
ટ્રમ્પના જ પક્ષ રિપબ્લિકન પાર્ટીના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના નિર્ણયના અમલને રોકવા માટે એક દ્વિપક્ષીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમને રિપબ્લિકન પક્ષના જ સાંસદ ડોન બેકનનું પણ સમર્થન મળ્યું છે. ડોન બેકન આ બિલના સહપ્રસ્તાવક બનવા માટે તૈયાર થઈ ગયા છે.
ફિટ્ઝપૈટ્રિકે કહ્યું કે આ બિલનું નામ રોનાલ્ડ રીગન પીસ થુ્ર સ્ટ્રેન્થ એક્ટ રખાશે. તેમણે કહ્યું કે, આ બિલ ગૃહમાં મતદાન માટે લાવવા એક વિશેષ પ્રક્રિયા અપનાવાશે. આ બિલને બંને ગૃહમાં ભારે સમર્થન મળી શકે છે. નેબ્રાસ્કાના રિપબ્લિકન સાંસદ ડોન બેકને પણ આ પહેલનું સમર્થન કર્યું છે. બેકને કહ્યું કે, કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

(5:44 PM IST)