<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર

એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર

નવી દિલ્હી :વિશ્વના કલા જગત અને લક્ઝરી બજારમાં એક એવો અત્યંત ચોંકાવનારો, ઐતિહાસિક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ (Vincent van Gogh) ના એક દુર્લભ પેઈન્ટિંગની અધધ રૂ. ૧૭૦૦ કરોડ જેટલી માતબર અને રેકોર્ડબ્રેક કિંમતમાં હરાજી થતા કલા જગતમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

વિન્સેન્ટ વાન ગોગના ચિત્રની હરાજી અંગે ઓક્શન હાઉસ સોથબીસના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આ ચિત્રના અગાઉના યહુદી માલિકો અને ચિત્રને વેચનાર વચ્ચે કરાર સંપન્ન થતાં હવે હરાજી પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે. નાઝી જર્મનીના સમયે પેઈન્ટિંગની લૂંટ થઈ હોવાની વાતથી વાન ગોગની આ કલાકૃતિ વિવાદમાં સપડાઈ હતી.
આ કલાકૃતિના માલિક બ્લેકિઅર એરિએટા પરિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમને જણાવતા બેહદ આનંદ થઈ રહ્યો છે કે અમે જેમની પાસે આ ચિત્રની માલિકી હતી તે સેમ્યુઅલ ફિશરના વારસદારો સાથે સમાધાન કરી શક્યા છીએ. જર્મન યહુદી પબ્લિશર સેમ્યુઅલ ફિશરે ૧૯૦૯માં આ ચિત્રની માલિકી મેળવી હતી. એ પછી ૧૯૩૬માં તેના માલિકી હકોના મુદ્દે વિવાદ થયો હતો. ૧૯૭૬થી બ્લેકિઅર એરિએટા પરિવાર પાસે આ ચિત્રની માલિકી હતી, પરંતુ ફિશરના વંશજોએ આ માલિકીને કોર્ટમાં પડકારી હતી અને દાવો કર્યો હતો કે નાઝી જર્મની વખતે દબાણ કરીને આ ચિત્ર તેમના પરિવાર પાસેથી છીનવી લેવાયું હતું. આખરે સોથબીની મધ્યસ્થીથી બંને પક્ષે કરાર થયો હતો.
ડચ પેઈન્ટર વિન્સેન્ટ વાન ગોગે આ ચિત્ર તેના મૃત્યુના બે મહિના પહેલાં જ પૂરું કર્યું હતું. તેમની શ્રેષ્ઠ કલાકૃતિમાં છેલ્લી એક સદીથી આ ચિત્ર સ્થાન પામે છે. માલિકી હકના વિવાદો વર્ષો સુધી ચાલ્યા બાદ આખરે આ ચિત્રની રેકોર્ડ હરાજી થઈ છે. વિન્સેન્ટ વાન ગોગના ચિત્રોમાં આ સૌથી વધુ કિંમતે વેચાયેલું ચિત્ર બની ગયું છે.

 

(5:41 PM IST)