<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બ્રિટનના ટેક્નોલોજી જગત, ડિજિટલ પેમેન્ટ અને રિટેલ-ફૂડ સેક્ટરમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: બ્રિટનમાં એઆઈ એ જાતે પિત્ઝા ખરીદ્યા અને કાર્ડલેસ પેમેન્ટ પણ કરી બતાવતા દુનિયાભરમાં ભારે હાહાકાર

મશીન હવે માત્ર જવાબ નહીં પણ ઓર્ડર અને ચુકવણી પણ જાતે કરી રહ્યું હોવાથી ટેક અને બિઝનેસ વર્તુળોમાં ખળભળાટ:ફિઝિકલ કાર્ડ વિના એઆઈ એજન્ટ દ્વારા પિત્ઝા ખરીદી અને પેમેન્ટ પૂર્ણ થતા ઓટોમેશનના નવા યુગની ચર્ચા તેજ:સુરક્ષા અને નિયંત્રણ અંગે ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાઓ દિવસેને દિવસે નવા સીમાડા વટાવી રહી છે, ત્યારે બ્રિટનમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનમાં એઆઈએ પિત્ઝા ખરીદ્યા અને તેનું કાર્ડલેસ પેમેન્ટ પણ કર્યું હોવાના અહેવાલોથી ટેક્નોલોજી ક્ષેત્ર, ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં ભારે હડકંપ, ઉત્તેજના તથા ચકચાર મચી ગઈ છે.
એઆઈનો ઉપયોગ અત્યાર સુધી ઓનલાઇન શોપિંગમાં વસ્તુઓ શોધવા, તેની સરખામણી કરવા અને ગ્રાહકને યોગ્ય વિકલ્પ સૂચવવા માટે થતો હતો, પરંતુ હવે એઆઈ ગ્રાહક વતી ખરીદી કરીને તેનું પેમેન્ટ પણ કરી શકશે. બ્રિટનમાં પહેલીવાર એક એઆઈ એજન્ટે બેન્ક કાર્ડનો ઉપયોગ કર્યા વિના ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી સીધા પેમેન્ટ કરીને પિત્ઝાનો ઓર્ડર આપ્યો છે.
બ્રિટનની નાણાકીય સંસ્થા ફાઈનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીના રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં, એઆઈ એજન્ટે પાપા જ્હોન્સમાંથી ૯ માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. તેમાં લોયડ્સ બેંક, પેમેન્ટ ટેકનોલોજી કંપની ટ્લેયર અને પાપા જ્હોન્સ સામેલ હતાં. આ ટેકનોલોજીમાં એઆઈ એજન્ટ ગ્રાહકના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને સીધા રિટેલરને પૈસા ચૂકવી શકે છે. તેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી નથી.
આ વ્યવહારમાં એઆઈ એજન્ટને ગ્રાહકના બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ કે અને ગુપ્ત માહિતીની જરૂર પડતી નથી. ગ્રાહક બેંક સાથે અગાઉથી ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે. એઆઈ એજન્ટ તે મર્યાદાથી વધુ ખર્ચ નથી કરી શકતો. આ પેમેન્ટમાં ઓપન બેંકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. ઓપન બેંકિંગમાં ગ્રાહકમાં ગ્રાહકની મંજૂરીથી એક બેંક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

 

(6:33 PM IST)