<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો કાળમુખો ધડાકોઃ હૂથી બળવાખોરોના રાક્ષસી હુમલાથી સાઉદી અરેબિયા ભારે ટેન્શનમાં:સટાકથી ગલ્ફ દેશ પાસે માગ્યું સૈન્ય સમર્થન

મધ્ય પૂર્વમાં સળગી ઊઠેલી યુદ્ધની પિશાચી જ્વાળાઓ વચ્ચે સાઉદી અરેબિયા પર કાળો નાગ ફેરવવાનો હૂથીઓનો ભયાનક પ્રયાસ: ડ્રોન અને મિસાઈલ હુમલાઓના કાળમુખા તાર છૂટતાં જ સાઉદી સલ્તનતના હોશ ઊડ્યા, યુદ્ધ જેવી કાળજું કંપાવી દેતી સ્થિતિ:પોતાની સાર્વભૌમત્વ અને તેલના કુવાઓ પર મંડરાતા રાક્ષસી ખતરા વચ્ચે પ્રભાવશાળી ગલ્ફ રાષ્ટ્ર પાસે સટાકથી મદદની કાળમુખી ગુહાર

નવી દિલ્હી :મિડલ ઈસ્ટ અને ગલ્ફ ક્ષેત્રમાંથી સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! યમનના હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા પિશાચી અને વિનાશક હુમલાઓના કારણે સાઉદી અરેબિયા પર કાળમુખું સંકટ ઘેરાયું છે, જેને પગલે સાઉદી રાષ્ટ્ર ભારે આઘાત અને ટેન્શનમાં સરી પડ્યું છે. યુદ્ધ જેવા પિશાચી માહોલ વચ્ચે સાઉદીએ ક્ષેત્રના અતિ પ્રભાવશાળી ગલ્ફ દેશ પાસે સટાકથી ખુલ્લું સમર્થન અને મદદ માગી લીધી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોના હુમલાને કારણે સાઉદી અરેબિયાની ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન રિપેરિંગ કામ માટે આગામી કેટલાક અઠવાડિયા સુધી બંધ રહે તેવી શક્યતા છે. તેના કારણે વૈશ્વિક બજારમાં દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલની ભારે અછત સર્જાઈ શકે છે. આ તરફ, હૂથી લડાયકોએ લાલ સમુદ્રના મોખા બંદર અને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ત્રણ મહત્ત્વપૂર્ણ ટાપુઓ પર કબજો કરીને પોતાની તાકાત વધારી લીધી છે. આ સ્થિતિ વચ્ચે યુકેના વડા પ્રધાનના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે હૂથીઓએ તુરંત હુમલા રોકવા જોઈએ, કેમ કે સાઉદી અરેબિયા અને યમનને પોતાનું રક્ષણ કરવાનો પૂરો અધિકાર છે.
યમનમાં ફરી ભીષણ લડાઈ શરૂ થવાથી સામાન્ય નાગરિકોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. યુએનની શરણાર્થી એજન્સીના રિપોર્ટ મુજબ, 2000થી વધુ યમન નાગરિકો જીબુતી પહોંચી ચૂક્યા છે, જ્યારે 1 લાખથી વધુ લોકો યમનની અંદર જ વિસ્થાપિત થયા છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના પ્રમુખ ટોમ ફ્લેચરે યમનમાં વિસ્થાપિત લોકોની મદદ માટે 9 મિલિયન ડૉલરનું કટોકટી ફંડ ફાળવવાની જાહેરાત કરી છે.

 

(5:51 PM IST)