News of Thursday, 17th September 2026
સાઉદીમાં કાળમુખો ધડાકોઃ હુથી બળવાખોરોએ લોકલ મિસાઈલથી સાઉદીનું અબજો રૂપિયાનું F-15 ફાઈટર જેટ સટાકથી તોડી પાડ્યું:કાટમાળનો પિશાચી વીડિયો વાયરલ
મધ્ય પૂર્વમાં હુથીઓએ તોપ ફોડીને સાઉદી અરેબિયાના અત્યાધુનિક યુદ્ધવિમાન પર ફેરવ્યો કાળો નાગ:દેશી મિસાઈલના કાળમુખા પ્રહારથી અબજોની કિંમતના F-15 ફાઈટર જેટનો હવામાં જ સટાકથી બોલાઈ ગયો કૂચડો: જમીન પર પટકાયેલા સળગતા કાટમાળનો કાળજું કંપાવી દેતો પિશાચી વીડિયો જાહેર કરીને હુથીઓએ મચાવી ભયાનક અરેરાટી

નવી દિલ્હી:મધ્ય પૂર્વના રણસંગ્રામમાંથી સમગ્ર વિશ્વના દેશોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! યમનના હુથી બળવાખોરોએ પોતાની દેશી નિર્મિત લોકલ મિસાઈલથી સાઉદી અરેબિયાના અબજો રૂપિયાની કિંમતના અત્યાધુનિક F-15 ફાઈટર જેટને આકાશમાં જ ધડાકાભેર તોડી પાડીને પિશાચી કાળો નાગ ફેરવી દીધો છે.
હુથી સમર્થિત મીડિયા દ્વારા આ ઘટનાના ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિમાનના કાટમાળ અને રણપ્રદેશમાં પડેલા ભગ્નાવશેષો જોઈ શકાય છે. વીડિયોમાં વિમાનની પૂંછડી પર સાઉદી ધ્વજ અને અરબી લખાણ પણ નજરે પડે છે. આટલું જ નહીં, હુથીઓએ દાવો કર્યો છે કે સાઉદી વિમાનોના કાટમાળની શોધખોળ દરમિયાન તેમણે એક સાઉદી 'વિંગ લૂંગ 2' સશસ્ત્ર તોહી સૈન્ય ડ્રોનને પણ આકાશમાં તોડી પાડ્યું હતું. આ હુમલાઓથી હુથીઓની વાયુ સંરક્ષણ ક્ષમતામાં વધારો થયાનું પ્રતીત થાય છે.
આ તણાવપૂર્ણ સ્થિતિની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ માર્ગો પર પડી રહી છે. યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ પર્શિયન ગલ્ફ તથા સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં શિપિંગ પ્રવૃત્તિઓ પહેલેથી જ પ્રભાવિત થઈ છે. સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર થયેલા હુમલાઓ અને તાજેતરના હવાઈ સંઘર્ષોને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. નિષ્ણાતોના મતે, આ સંઘર્ષ મધ્ય પૂર્વની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ મોડ પર આવી ગયો છે, જેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
