<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

તેલ અવીવમાં કાળમુખો ધડાકોઃ ‘એક-એક ટનના ૪૦,૦૦૦ બોમ્બ!’ યુએસનું ઈઝરાયેલને ૨.૮ અબજ ડોલરનું રાક્ષસી સૈન્ય પેકેજ: મધ્ય પૂર્વમાં મહાવિનાશના મંડાણ

અમેરિકાએ ઈઝરાયેલના હાથમાં સોંપ્યો મહાસંહારનો પિશાચી દારૂગોળો:મધ્ય પૂર્વનો કૂચડો બોલાવવાની કાળમુખી તૈયારી: ૪૦ હજાર વિસ્ફોટક બોમ્બ અને ૨.૮ અબજ ડોલરની સૈન્ય મદદથી અરબ દેશો અને દુશ્મનો પર ફેરવાશે કાળો નાગ: અત્યંત વિનાશક અને વજનદાર બોમ્બના જથ્થાથી આખું યુદ્ધક્ષેત્ર ધ્રૂજી ઊઠશે: દુશ્મનોના ઠેકાણા સટાકથી જમીનદોસ્ત કરવાનો પિશાચી પ્લાન

નવી દિલ્હી :મધ્ય પૂર્વના યુદ્ધમેદાનમાંથી આખી દુનિયાના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! અમેરિકા (US) સરકારે ઈઝરાયેલને મદદ કરવાના બહાને ૨.૮ અબજ ડોલરનું મસમોટું અને રાક્ષસી સૈન્ય પેકેજ જાહેર કરીને ૧-૧ ટનના ૪૦,૦૦૦ જેટલા ભયાનક બોમ્બ આપવાની કાળમુખી જાહેરાત કરી દીધી છે.

આ એમ.કે. ૮૪ પશ્ચિમના સૌથી સબળ અને સૌથી વધુ ખાનાખરાબી કરે તેવા બોમ્બ પણ સામેલ છે. તે બોમ્બની ધાતુના ટુકડા સેંકડો ફીટ જઈ શકે છે.
આ ટુકડાઓ પણ પ્રચંડ કોંક્રીટ ચીરી શકે તેવા હોય છે, ત્યાં માનવી તો તેની સામે ટકી જ કેવી રીતે શકે ? આ બોમ્બ એટલા પ્રબળ હોય છે કે, તેથી જમીનમાં ઊંડા ખાડા પડી જાય છે.
પહેલાં પણ ઈઝરાયલને આવા બોમ્બ આપવામાં આવ્યા હતા. ઈઝરાયલે લેબેનોનમાં તેનો પ્રયોગ કર્યો હતો. આથી હજારો નિર્દોષો માર્યા ગયા હતા, તેથી જો બાયડેન તે આપવા ઉપર રોક મુકી હતી. પરંતુ ટ્રમ્પ ફરીવાર સત્તા ઉપર આવતાં તેણે આ પ્રતિબંધ દૂર કર્યો.
આ પેકેજ તેવે સમયે આપ્યું છે કે, ૭ ઓક્ટો. ૨૩ના દિવસે હમાસે કરેલા ઘાતક હુમલા પછી ઈઝરાયલે કરેલા પ્રચંડ વળતા પ્રહારો શરૂ કરી દીધા છે. ગાઝાપટ્ટીમાં તો ખાનાખરાબી થઈ ગઈ છે. ત્યાં લોકોને ખાવાના જ નહીં પીવાનાં પાણીની પણ તંગી પડી ગઈ છે. તે પછી અમેરિકાએ 'ફોરેન મિલિટરી ફાયનાન્સિંગ' નીચે ઈઝરાયલને હબ્બેસ લશ્કરી સહાય શરૂ કરી છે.
નિરીક્ષકોના મતે, અમેરિકા ગાઝાપટ્ટીમાંથી આરબો (હમાસ)ને નેસ્ત-નાબૂદ કરવા મથી રહ્યું છે.
આઇ-૨૦૦૦ બંકર બસ્ટર બોમ્બ છે અને ત ખડક અને કોંક્રિટની અંદર જઈને ફાટે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બંકર બસ્ટર બોમ્બ ગાઝા જેવા વિસ્તારો માટે નહીં પરંતુ મિસાઇલ બેઝ, સુરંગોનું મોઢું અને છૂપાવવામાં આવેલા લોન્ચરો માટે હોય છે.
એમકે-૮૪ બોમ્બ અમેરિકાનો જૂનો અને લાંબા સમયથી ઉપયોગમાં લેવાતો બોમ્બ છે. તેનું વજન ૯૦૦થી ૯૪૫ કિલોગ્રામ છે. બીએલયુ-૧૧૭ બોમ્બ લગભગ એમકે-૮૪ જેવો જ છે. તેમા ફરક એ છે કે તેમા વધારે સલામત વિસ્ફોટક પીબીએક્સએન-૧૦૯ ભરાય છે. અમેરિકા ઇઝરાયેલના જાણે કોઈ બહુ મોટા યુદ્ધ માટે તૈયાર કરી રહ્યુ હોય તે રીતે શસ્ત્ર સહાય પૂરી પાડી રહ્યુ છે. અમેરિકાએ ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં ૬.૬૭ અબજ ડોલરના શસ્ત્ર વેચાણને મંજૂરી આપી દીધી હતી.

 

(5:54 PM IST)