News of Monday, 14th September 2026
બ્રિટનના અસ્તિત્વ પર કાળમુખો ધડાકોઃ એક સમયે દુનિયા પર રાજ કરનારા ‘શક્તિશાળી યુકે’ના સટાકથી ટુકડા થશે? ત્રણ દેશોએ ફૂંક્યું પિશાચી આઝાદીનું બ્યુગલ
લંડનની હકુમત સામે સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડે સશક્ત કાળમુખો મોરચો માંડીને બ્રિટીશ સામ્રાજ્યના મૂળિયાં હચમચાવી નાખ્યા: "હવે લંડનની ગુલામી નહીં ચાલે"ના ભયાનક નારા સાથે આઝાદીની ચળવળે ધાર ધારતાં જ યુનાઈટેડ કિંગડમનું નકશો બદલાઈ જવાનો રાક્ષસી ભય: કિંગ ચાર્લ્સ અને બ્રિટિશ સરકારના હોશ ઊડ્યા

નવી દિલ્હી : વૈશ્વિક રાજકારણ અને યુરોપના નકશા પરથી લંડન શાસકોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! એક સમયે જેના સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નહોતો તેવા બ્રિટન (UK) ના અસ્તિત્વ પર કાળો નાગ ફેરવાઈ જવાનો ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે યુકેના ત્રણ શક્તિશાળી સભ્ય દેશોએ લંડનની ગુલામીમાંથી મુક્ત થવા આઝાદીનો પિશાચી મોરચો માંડી દીધો છે.
યુનાઇટેડ કિંગડમ (UK)ના 300થી વધુ વર્ષ જૂના યુનિયનનું અસ્તિત્વ હાલ સૌથી મોટા બંધારણીય સંકટનો સામનો કરી રહ્યું છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડની ડેવોલ્વ્ડ (પ્રાંતીય) સરકારોના વડાઓએ લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર કેન્દ્ર સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. વેલ્સના પાટનગર કાર્ડિફ ખાતે આવેલા સેન્ટ ડેવિડ્સ હોટેલ અને 'સેનેડ'માં યોજાનારી અભૂતપૂર્વ કોન્ફરન્સમાં ત્રણેય દેશોના નેતાઓ એક ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ્ય પોતપોતાના વિસ્તારોમાં આઝાદી અને સ્વ-નિર્ણય માટે લોકમત યોજવાના અધિકાર પર લંડનનો વીટો ખતમ કરવાનો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
