News of Wednesday, 18th November 2026
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર
ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ

નવી દિલ્હી:વૈશ્વિક બજારમાંથી અત્યંત મોટા અને સનસનાટીભર્યા અહેવાલ સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અત્યંત કડક અને અંકુશત્મક પ્રતિબંધોના કારણે ચીનની દિગ્ગજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓમાં મોટો કડાકો બોલી ગયો છે. આ અચાનક અને આક્રમક પગલાથી ચીનના ટેક્નોલોજી સેક્ટરમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોકાણકારોમાં ભારે નાસભાગ તથા દોડધામ મચી ગઈ છે.
ટ્રમ્પ એપેકની શિખર પરિષદ માટે ચીન જવા રવાના થયા તેપહેલા અમેરિકાના વાણિજ્ય વિભાગે ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલમાં કરવામાં આવતી એડવાન્સ એઆઈ ચિપ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીને અમેરિકાના આ વલણની આકરી ઝાટકણી કાઢી છે.
ચીનને એઆઈમાં પાછળ રાખવા માટે અમેરિકાએ એઆઈની એડવાન્સ ચિપ્સના રિમોટ એક્સેસને ચીનની કંપનીઓ માટે અત્યંત મર્યાદિત કરી દીધું છે. તેને નહીંવત જ કહી શકાય. આના પગલે ચીનની જાણીતી એઆઈ કંપની અને જાન્યુઆરીમાં લિસ્ટિંગ પછી ચાલુ વર્ષે ૨૦૦૦ ટકાનો વધારો નોંધાવનારી કંપની ઝિપુનો શેર એક જ દિવસમાં લગભગ સાત ટકા સુધી તૂટયો છે. જૂનમાં ટોચ બનાવ્યા પછી આ કંપનીના શેરમાં અત્યાર સુધીમાં ૮૫ ટકા મૂલ્ય ઘટાડો થયો છે.
ઝિપુ પછી તેની હરીફ કંપની મિનીમેન્કસનું મૂલ્ય હાલમાં તેની ટોચથી ત્રીજા ભાગનું થઈ ગયું છે. હોંગકોંગમાં અલીબાબા ગુ્રપ હોલ્ડિંગ લિમિટેડના શેરમાં ૫.૬ ટકાનો કડાકો બોલ્યો છે. જ્યારે બૈદુનો શેર ૬.૬ ટકા ઘટયો છે. રોબોટ મેકર યુશુ ટેકનોલોજીનો શેર શાંઘાઈ ખાતે ૧૧ ટકા સુધી તૂટી ચૂક્યો છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
