News of Wednesday, 22nd April 2026
યુદ્ધના નગારા વાગ્યા!: હોર્મુઝમાં સીઝફાયરના લીરેલીરા ઉડ્યા:ઈરાને જહાજના ‘કંટ્રોલ રૂમ’ પર હુમલો કરી ક્ષત-વિક્ષત કરી નાખ્યું
શાંતિની વાતો માત્ર દેખાવ!: દરિયા વચ્ચે ભયાનક મિસાઈલ/ડ્રોન એટેક: જહાજનો સંપર્ક કપાયો:ઈરાનનો આક્રમક મિજાજ જોઈ દુનિયા ફફડી: હોર્મુઝની સામુદ્રધુની હવે ‘ડેન્જર ઝોન’ જાહેર:શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે?

નવી દિલ્હી: ગ્લોબલ પોલિટિક્સમાં અત્યારે હોર્મુઝની સામુદ્રધુની ‘ગભરાટનું કેન્દ્ર’ બની ગઈ છે. સીઝફાયરની ચર્ચાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ, ઈરાની સેનાએ જહાજ પર માત્ર કબજો જ નથી કર્યો, પણ તેના કંટ્રોલ રૂમને પણ નિશાન બનાવીને ઉડાવી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ અથડામણ એટલી હિંસક હતી કે જહાજની નેવિગેશન સિસ્ટમ અને કમ્યુનિકેશન સાધનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જહાજને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ હુમલા બાદ જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને લઈને પણ મોટા સવાલો ઉભા થયા છે. અમેરિકાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને પોતાના યુદ્ધ જહાજોને તે દિશામાં રવાના કર્યા હોવાનું મનાય છે. જો આ રીતે કંટ્રોલ રૂમ પર હુમલા થતા રહેશે, તો દરિયાઈ વીમાના દરો આસમાને પહોંચશે અને તેની સીધી અસર તમારા અને મારા ખિસ્સા પર, એટલે કે મોંઘવારી પર પડશે.
યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની ગનબોટ્સે જહાજને ઘેરી લીધું અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજ પરના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ તેલ ગળતર કે પર્યાવરણીય નુકસાન થયું નથી.ઈરાનના IRGC એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસવીએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, જો દુશ્મન યુદ્ધવિરામ બાદ ઈરાન વિરુદ્ધ કોઈ પણ આક્રમક કાર્યવાહી કરશે અથવા હદ પાર કરશે, તો IRGC ત્યાં હુમલો કરશે જ્યાં જનતા ઈચ્છશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયર લંબાવવાની જાહેરાતને ઈરાને ફગાવી દીધી છે. ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે તેને સરપ્રાઈઝ એટેક કરવાની એક યુક્તિ ગણાવી છે. ઈરાનનું માનવું છે કે, અમેરિકા આ પ્રસ્તાવ દ્વારા વધુ મોટા લશ્કરી હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઈરાની નેતાઓએ અમેરિકી નાકાબંધી સામે સૈન્ય જવાબ આપવાની પણ માંગ કરી છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
