<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

માત્ર એક પરીક્ષા માટે આખો દેશ થંભી ગયો:દુનિયાભરમાં ભારે હાહાકાર: ફ્લાઈટ્સ રદ, શેરબજાર મોડું ખૂલશે અને લશ્કરી કવાયત પર પણ બ્રેક લગાવી દેવાતા ભારે ચકચાર

વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારનો અત્યંત સનસનાટીભર્યો અને અભૂતપૂર્વ નિર્ણય: પરીક્ષાના કલાકો દરમિયાન સમગ્ર દેશમાં સંપૂર્ણ શાંતિ જાળવવા માટે આકાશથી લઈને જમીન સુધીના તમામ વ્યવહારો સ્થગિત કરી દેવાતા ભારે ખળભળાટ

નવી દિલ્હી:સામાન્ય રીતે કોઈ મોટી કુદરતી આફત, યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિમાં જ દેશની ગતિ થંભી જતી હોય છે, પરંતુ માત્ર એક મહત્વપૂર્ણ પરીક્ષા માટે આખો દેશ થંભી ગયો હોવાના અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અસાધારણ નિર્ણય હેઠળ પરીક્ષાના સમયગાળા દરમિયાન અવાજનું પ્રદૂષણ ન થાય અને વિદ્યાર્થીઓની એકાગ્રતામાં કોઈપણ પ્રકારનો ભંગ ન પડે તે માટે હવાઈ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે, શેરબજાર મોડું ખોલવાનો નિર્ણય લેવાયો છે અને એટલું જ નહીં, પરંતુ દેશની લશ્કરી કવાયત પર પણ તાત્કાલિક બ્રેક લગાવી દેવામાં આવી છે!
વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે સરકારે આખા દેશની દિનચર્યા બદલી નાખી છે. જેમ કે…
ફ્લાઇટ્સ પર પ્રતિબંધ: પરીક્ષાના અંગ્રેજી શ્રવણ (Listening) વિભાગ દરમિયાન બપોરે 1:05થી 1:40 વાગ્યા સુધી (35 મિનિટ માટે) દેશભરમાં વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ પર પ્રતિબંધ મુકાયો છે.
130 ફ્લાઇટ્સને અસર: આ નિર્ણયને કારણે 81 આંતરરાષ્ટ્રીય અને 49 સ્થાનિક ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરાયો છે, જે વિમાનો પહેલેથી હવામાં હશે, તેમણે અવાજ ઓછો કરવા ઓછામાં ઓછી 3000 મીટરની ઊંચાઈ જાળવવી પડશે. કોઈ ફ્લાઇટમાં ઇમરજન્સી સર્જાશે તો જ તેને લૅન્ડિંગની છૂટ મળશે.
ટ્રાફિક અને ઓફિસનો સમય: દક્ષિણ કોરિયામાં સરકારી કચેરીઓ અને ખાનગી કંપનીઓનો રેગ્યુલર સમય સામાન્ય રીતે સવારે 9:00થી સાંજે 6:00 વાગ્યા સુધીનો હોય છે. વિદ્યાર્થીઓને સવારના પીક-અવર્સમાં ટ્રાફિક ન નડે તે માટે સુન્યુંગ પરીક્ષાના દિવસે કામકાજનો આ સમય 1 કલાક મોડો એટલે કે સવારે 10 વાગ્યાનો કરવામાં આવે છે.
પરિવહનની ખાસ વ્યવસ્થા: વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે સવારે 6થી 8:10 વાગ્યા વચ્ચે સબવે સેવાઓ વધારી દેવાઈ છે. ઇમરજન્સી વાહનો પણ તહેનાત કરાયા છે. આ સુવિધા દેશના તમામ 1,312 પરીક્ષા કેન્દ્રો માટે ગોઠવાઈ છે.
શેરબજાર મોડું ખુલશે: કોરિયા એક્સચેન્જ (શેરબજાર) પણ સવારે 9 વાગ્યાને બદલે 10 વાગ્યે ખુલશે.
લશ્કરી પ્રવૃત્તિઓમાં ફેરફાર: દક્ષિણ કોરિયાને તેના પાડોશી દેશ ઉત્તર કોરિયાથી હંમેશાં ખતરો રહેતો હોવાથી ત્યાં આખું વર્ષ લશ્કરી કવાયતો (Military drills) અને પ્રેક્ટિસ ચાલતી રહે છે. પરંતુ પરીક્ષાના દિવસે દેશની સેનાની રૂટિન પ્રેક્ટિસ થોડા સમય પૂરતી થંભાવી દેવાશે. લશ્કરી હેલિકોપ્ટરની ઉડાન, ટેન્કની હિલચાલ અને તોપખાનાના ફાયરિંગ પર પણ કામચલાઉ રોક લગાવાઈ છે.

 

(5:53 PM IST)