<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા અને વિનાશના એંધાણ: અમેરિકા-ઈરાન વચ્ચે સામસામા ભીષણ હુમલાઓ તેજ થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર

બે મહિનાના વિરામ બાદ ફરી બારૂદની ગંધ અને મિસાઈલોના ધડાકાથી દુનિયાભરના દેશોના છાતીના પાટિયા બેસી ગયા: અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર હવાઈ હુમલા કરતા જ ભડકેલા ઈરાને બહેરીન અને કુવૈતના અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવતા ખાડી દેશોમાં ભારે ખળભળાટ અને ફફડાટ

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં શાંતિની તમામ આશાઓ પર પાણી ફેરવતા અત્યંત ખૌફનાક, વિનાશક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ બે મહિનાની શાંતિ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામસામા સૈન્ય હુમલાઓનો દોર શરૂ થતા સમગ્ર વિશ્વમાં મહાયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ મચી ગયો છે. અમેરિકા દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં આવેલા ઈરાનના કેશ્મ ટાપુ (Qeshm Island) પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ વળતા પ્રહારમાં ઈરાને કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોન વડે હુમલા કરતા સમગ્ર ખાડી ક્ષેત્રમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.

અમેરિકાએ ઇરાનના કેશમ દ્વીપ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની (આઇઆરજીસી)ની એક મિસાઇલ લોન્ચ સાઇટ પર હુમલો કર્યો. અમેરિકન લશ્કરી અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકન ફાઇટર જેટે આ હુમલો આત્મરક્ષા માટે કર્યો હતો.
અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલો આઇઆરજીસીની તે આક્રમકતાના જવાબમાં કરવામાં આવ્યો હતો જેમા અમેરિકન કર્મચારીઓ અને સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકા સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં અમેરિકન હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે. આ સ્થળ અમેરિકાના નૌકાદળના પાંચમા કાફલાનું મહત્ત્વનું સ્થળ છે.
ઇરાને કુવૈતમાં અલી અલ સાલેમ બેઝ ખાતેના અમેરિકાના મથકને નિશાન બનાવ્યું હતું. ઇરાને તેના પર ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ વડે હુમલો કર્યો હતો. ઇરાન આ બેઝ પર અત્યાર સુધીમાં ૩૦થી પણ વધુ વખત હુમલા કરી ચૂક્યું છે. કમસેકમ ૧૫ એરક્રાફ્ટ કેરિયરન ખતમ કરી ચૂક્યુ છે કે નુકસાન પહોંચાડી ચૂક્યું છે. સંખ્યાબંધ વેરહાઉસ ખતમ થઈ ચૂક્યા છે. આ દરમિયાન બહેરીનના ગૃહ મંત્રાલયે સવારે બે એલર્ટ આપતા લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય લેવા જણાવ્યું હતું.
ઇરાને પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે કેશમ દ્વીપ પર હુમલાના પાંચથી છ વિસ્ફોટ સંભળાયા હતા, પરંતુ સ્થાનિકોને નુકસાનના કોઈ સમાચાર નથી. સ્થિતિ અંકુશ હેઠળ છે. આ હુમલો હોર્મુઝની પાસે થયો, જે વૈશ્વિક ઓઇલના પુરવઠાનો મહત્ત્વનો જળમાર્ગ છે.
હોર્મુઝમાં બુધવારે પણ ભારતીય નાવિકોને લઈને જઈ રહેલા એક વધુ ઓઇલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું. આ ટેન્કર પર પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો.આ જહાજ પર ત્રણે ભારતીય સવાર હતા. ત્રણેય સુરક્ષિત છે. આ પહેલા ૧૭ નવેમ્બરે પનામાન ધ્વજવાળ ટેન્કર પર હુમલો કરાયો હતો, જેમા ૨૪ ભારતીય સવાર હતા.કોઈપણ ભારતીય ગંભીર રીતે ઘવાયો હોવાના સમાચાર નથી. ભારતના કેન્દ્રીય જહાજ અને જળમાર્ગ મંત્રી સોનોવાલે આ વાતની માહિતી આપી હતી.

 

(6:08 PM IST)