News of Wednesday, 18th November 2026
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર
મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી

નવી દિલ્હી:વૈશ્વિક દરિયાઈ માર્ગ ગણાતી અત્યંત વ્યૂહાત્મક હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માંથી ફરી એકવાર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વગાડતા અત્યંત સનસનાટીભર્યા અને ખૌફનાક અહેવાલો સામે આવી રહ્યા છે. ઇરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા પાંચ જેટલા જહાજોને નિશાન બનાવીને પ્રચંડ હુમલા કરવામાં આવતા દરિયાની વચ્ચોવચ ભયાનક ધડાકા ગુંજી ઉઠ્યા હતા. આ આક્રમક સૈન્ય કાર્યવાહીને પગલે સમગ્ર મધ્ય પૂર્વ અને આંતરરાષ્ટ્રીય જગતમાં ભારે હડકંપ અને ફફડાટ મચી ગયો છે.
હોર્મુઝમાં પનામાના ઝંડાવાળા જહાજ પર હુમલો થયો હતો, આ જહાજમાં ૨૪ ભારતીયો સહિત ૨૫ સ્ક્રૂ સવાર હતા, જેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો છે. હુમલાનો ભોગ બનેલું જહાજ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ટેન્કર તારા ગેસ હોવાના અહેવાલો છે. હોર્મુઝ ખાડીમાં ઓઇલ ટેન્કરો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ઓછામાં ઓછા ચાર ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇરાનની નેવીએ દાવો કર્યો છે કે સમુદ્રમાં લગાવાયેલ માઇન્સ સાથે ટકરાવાને કારણે આ ટેન્કરોમાં આગ લાગી રહી છે. પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થવાને કારણે આ ટેન્કર હુમલાનો શિકાર બન્યું હોવાનો ઇરાને દાવો કર્યો છે. બીજી તરફ બે મહિનાની શાંતિ બાદ ઇરાને સમગ્ર ફારસ ખાડી પર બોમ્બમારો કર્યો હતો, જેમાં બહેરીનમાં અમેરિકાની રડારનો નાશ વાળી દેવામાં આવ્યો હતો. શુક્રવારે પણ અમેરિકાની ચેતવણી આપતી રડારનો નાશ કર્યો હતો, રવિવારે પણ અમેરિકન હેલિકોપ્ટર બેઝ પર હુમલો કર્યો હતો. અમેરિકા દ્વારા ઇરાનના કોમ્યુનિકેશન ટાવરો પર હુમલા કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ઇરાન દ્વારા હવે પોતાના પાડોશી દેશોમાં અમેરિકાના વિવિધ સૈન્ય મથકોને નિશાન બનાવાઇ રહ્યા છે. ઇરાની સૈન્યએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમેરિકાના તમામ પ્રયાસો, હુમલાનો આક્રામકતાથી જવાબ આપવામાં આવશે. ઇરાન સમર્થક હુથીઓના પ્રવક્તા અનીસ અલ અસબહીએ કહ્યું હતું કે હોદેઇડામાં સ્પોન્જ ફેક્ટરી પર હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૦ લોકો ઘવાયા હતા. સાદામાં એક ફેક્ટરી પર હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. આ વર્ષે ફેબુ્રઆરીમાં અમેરિકાએ ઇરાનની એક સ્કૂલ પર હુમલો કર્યો હતો જેમાં ૧૬૮ બાળકોના મોત નિપજ્યા હતા, એવામાં દક્ષિણ આફ્રિકા સ્થિત ઇરાનની એમ્બેસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બાળકોનો ભોગ લેનારા આ હુમલા પાછળ અમેરિકાના જવાબદાર અધિકારીઓની ઓળખ કરી લેવામાં આવી છે, મિનાબની શાળા પર હુમલો કરનારા આ બન્ને અધિકારીઓની તસવીરો અને નામ પણ ઇરાને જાહેર કર્યા છે અને જ્યાં પણ હશે ત્યાં બન્ને પર હુમલા કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
